બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વતન પ્રવાસ માટે LTCને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઝૂમી ઉઠશે સરકારી કર્મચારીઓ
Last Updated: 09:38 AM, 13 August 2024
ગાંધીનગર: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના 5 લાખ સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. હવેથી રાજ્ય સરકારના કર્મચારીઓ રજા પ્રવાસનો લાભ વંદે ભારત ટ્રેનમાં પણ લઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કર્મચારીઓના હિતમાં વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રીનો હિતલક્ષી નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી/વતન પ્રવાસનો લાભ મળે છે. સરકારી કર્મચારીઓ દર ચાર વર્ષે 6000 કિમીની મર્યાદામાં રજા પ્રવાસ કે એલટીસીનો ઉપયોગ કરી શકે છે. મોટાભાગે કર્મચારીઓ આવા પ્રવાસ માટે ટ્રેન દ્વારા મુસાફરી કરતા હોય છે. ત્યારે હવે એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપવામાં આવતા તેમને રાજ્ય સરકાર તરફથી મોટી ભેટ મળી છે.
ADVERTISEMENT

ભારતીય રેલવેએ છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક રૂટ પર આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરી છે. ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓએ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી હતી કે તેમને મળતા આવી રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવામાં આવે.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમિત શાહ આજે અમદાવાદમાં, થશે તિરંગા યાત્રામાં સામેલ, બીજી તરફ ગાંધીનગરમાં પણ કેબિનેટ બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના વ્યાપક હિતમાં આ સંદર્ભમાં ઉદાર વલણ અપનાવીને એલટીસીના બ્લોક 2020 થી 2023 ની શરૂઆતથી રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે આ રજા પ્રવાસ કે એલટીસીમાં વંદે ભારત ટ્રેનનું ભાડું માન્ય ગણાશે. રાજ્ય સરકારના પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ રાહત દરમ્યાન આ નિર્ણયનો લાભ મળશે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં નાણા વિભાગ દ્વારા આ અંગેના ઠરાવ પ્રસિધ્ધ કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.