બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમિત શાહ આજે અમદાવાદમાં, થશે તિરંગા યાત્રામાં સામેલ, બીજી તરફ ગાંધીનગરમાં પણ કેબિનેટ બેઠક
Last Updated: 08:57 AM, 13 August 2024
આજે ગાંધીનગરમાં ભુપેન્દ્ર પટેલ કેબિનેટની મહત્વની બેઠક યોજાનાર છે.કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ઘેડ તેમજ દ્વારકા પંથકમાં અતિભારે વરાસાદ અને પાક નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતો પાર સર્વેની માગ કરી રહ્યા છે. તેવામાં પાક સરવે પર કેબિનેટમાં સમીક્ષા થવાની શક્યતા છે.
ADVERTISEMENT

વિધાનસભામાં બિલ અંગે ચર્ચા કરાશે
ADVERTISEMENT
બીજી બાજુ વિધાનસભામાં આવનારા સમયમાં રજૂ થનારા બિલ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત આવનારા સ્વતંત્રતા પર્વની ઉજવણી અને રાજ્યભરમાં તિરંગા યાત્રા સંદર્ભે પણ ચર્ચા થવાની શક્યતા છે.
ADVERTISEMENT
ભાજપ દ્વારા તિરંગા યાત્રાનુ આયોજન
આજે અમદાવાદમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવશે. તેમજ તેઓ ત્રિરંગા યાત્રામાં ભાગ લેશે. તેમજ સાંજે અમદાવાદમાં ભાજપ દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.