બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Gujarat government's action plan to remove the menace of drug abuse among the youth.

જનજાગૃતિ / યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા ગુજરાત સરકારનો એક્શન પ્લાન, 10 લાખ વિદ્યાર્થીઓને જાગૃત કરશે

Vishal Khamar

Last Updated: 09:02 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવાધનમાં વધતા જતા ડ્રગ્સનાં સેવનને દૂર કરવા માટે લાયન્સ ઈન્ટરનેશનલ 3232B-3 અને ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ વચ્ચે MOU કરવામાં આવ્યા હતા. ત્યારે હવે લાયસન્સ ઈન્ટરનેશનલનાં ટ્રેનરો શાળા તેમજ કોલેજોમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓને જાગૃત કરશે.

  • યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા રાજ્ય સરકારે MOU કર્યા
  • લાયન્સ ઈન્ટરનેશનલ 3232B-3 અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ વચ્ચે MoU
  • લાયન્સ ડિસ્ટ્રીકટના ટ્રેનરો રાજ્યની શાળા, કોલેજોમાં ડ્રગ્સ અવરનેસ કાર્યક્રમ કરશે

ગુજરાત રાજ્ય ના યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા લાયન્સ ઈન્ટરનેશનલ district 3232B3 અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ વચ્ચે આજે ખાસ MoU કરવામાં આવ્યા છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ શિક્ષણ નિયામક પી.બી. પંડયા અને લાયન્સ ડિસ્ટ્રીકટ ગર્વનર સુનિલ ગુગલીયાની હાજરીમાં આજે Drug Awareness and Rehabilitation activity માટે MoU સંપન્ન થયા છે.

આ MoU અંતર્ગત લાયન્સ ડિસ્ટ્રીકટ (3232 B3)ના ૩૦૦ ટ્રેનરો રાજ્યની ૭૮૫ શાળાઓ અને ૭૯૬ કોલેજોમાં "ડ્રગ અવેરનેસ" કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓને જાગૃત કરશે. જે અંતર્ગત માદક દ્રવ્યોના સેવન અને તેની ભયાવહ બાબતો અંગે સેમિનાર, સ્ટ્રીટ પ્લે (શેરી નાટકો), વ્યાખ્યાનમાળાના આયોજન કરવામાં આવશે. વિવિધ કાર્યક્રમો થકી ચાલુ વર્ષે ૧૦ લાખ વિદ્યાર્થીઓ નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવાનો લક્ષ્યાંક છે. 

આ M0U દરમિયાન લાયન્સ ઈન્ટરનેશનલ district 3232B-3 ના   drug  awareness ના ચેરપર્સન નંદિની રાવલ , પ્રોટોકોલ ઓફિસર નિમેષ મંજુમદાર, લાયન્સ કલબ ઓફ ગાંધીનગર ફેમિના ના સેક્રેટરી ભૂમિબેન જોગાણી સહિતના લાયન્સ ડિસ્ટ્રીકટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ