બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat government will decide to merge Std. 1 to 8 schools

શિક્ષણમાં ફેરફાર / ગુજરાતની આશરે 5 હજાર શાળાઓ અંગે કરાશે મહત્વનો નિર્ણય, ગાંધીનગર ખાતે શિક્ષણ સચિવોની યોજાશે બેઠક

Shyam

Last Updated: 04:53 PM, 24 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર ખાતે આગામી સપ્તાહે શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. જેમાં 60થી ઓછી સંખ્યાવાળી શાળાઓનું મર્જ કરવા અંગે વિચારણા કરાશે

  • ધો.1થી 8ની શાળાઓ મર્જ કરવા વિચારણા
  • શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં બેઠક
  • આગામી સપ્તાહે મળશે બેઠક

રાજ્ય સરકાર દ્વારા ધો.1થી 8ની શાળાઓ મર્જ કરવા વિચારણા ચાલી રહી છે. આગામી સપ્તાહે શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. જેમાં 60થી ઓછી સંખ્યાવાળી શાળાઓનું મર્જ કરવા અંગે વિચારણા કરાશે. એક કિમીની અંદર 2 શાળાઓ હોય તેની યાદી પણ માગવામાં આવી છે.  ધો. 6થી 8માં 45થી ઓછા વિદ્યાર્થીવાળી શાળાઓનું લિસ્ટ મગાવવામાં આવ્યું છે. ધો. 6થી 8ની 2 શાળા 3 કિમી સુધીમાં હોય તેની પણ યાદી માગવામાં આવી છે. 

  • શિક્ષણ વિભાગે 6 જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી
  • ગુજરાતમાં 4500થી 5000 શાળાઓમાં મર્જ થવાની શક્યતા
  • 28મી અને 29મી જૂને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક
  • બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટરને શાળાઓનું પ્રેઝેન્ટેશન લાવવા કહેવાયું
  • ધોરણ 1થી 8માં 60થી ઓછા વિદ્યાર્થીઓ હોય તો શાળા મર્જ કરવાનો નિયમ
  • 1 કિમીની અંદર બીજી શાળા હોય ત્યાં મર્જ થાય શાળા
  • ધો.6થી 8મા 45થી ઓછા વિદ્યાર્થીઓ વાળી શાળાનું લીસ્ટ મંગાવાયુ
  • ધો. 6થી 8મા બીજી શાળા 3 કિમીની અંદરની શાળામાં મર્જ કરવાનો નિયમ
  • BRC કો-ઓર્ડિનેટર તાલુકાકક્ષાએ કામ કરતા શિક્ષણ વિભાગના અધિકારી હોય છે
  • 6 જિલ્લાના BRC કો-ઓર્ડિનેટરને શાળાઓની રૂબરૂ મુલાકાત લઈને પ્રેઝેન્ટેશન લાવવા કહેવાયું
  • ઓછા વિદ્યાર્થીઓવાળી કેટલીક શાળાઓ પર બંધ થવાનું જોખમ
  • મે મહિનામાં સરકારે ગણિત, વિજ્ઞાન અને ગુજરાતીના કરાર આધારિત શિક્ષકો માટે જાહેરાત આપી હતી
  • 11 મહિના કરારના આધારે ગણિત,વિજ્ઞાનના શિક્ષકોની ભરતી માટે અરજીઓ મગાવાઈ હતી
  • અમદાવાદ, બોટાદ, કચ્છ, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાના અધિકારીઓની મિટિંગ
  • 6 જિલ્લાના અધિકારીઓની ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

સંકળાયેલા મુદ્દાઓ

education department gandhinagar school ગાંધીનગર ગુજરાત શાળાઓ શિક્ષણ વિભાગ Education Department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ