બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat government in action regarding fake account of IAS-IPS, issued advisory

એક્શન / IAS-IPSના ફેક એકાઉન્ટને લઇ ગુજરાત સરકાર એક્શનમાં, કરી એડવાઇઝરી જાહેર, કહ્યું 'બ્લુ ટીક મેળવી લે'

Malay

Last Updated: 09:19 AM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IAS, IPS અધિકારીઓના સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનતા અટકાવવા એડવાઈઝરી જાહેર, પોલીસ મહાનિર્દેશક ડૉ.શમશેર સિંઘ દ્વારા અધિકારી/કર્મચારીઓને કરાયા કેટલાક સૂચનો.

  • સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટને લઈને સરકાર હરકતમાં
  • નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ મામલે એડવાઈઝરી જાહેર
  • 'IAS, IPS સોશિયલ મીડિયામાં એકાઉન્ટમાં બ્લ્યૂ ટિક મળવી લે'

Gandhinagar News:  અત્યાર સુધી સામાન્ય લોકો સામાન્ય લોકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા હતા, પરંતુ હવે ઠગો IAS, IPS અધિકારીઓ, ધારાસભ્યો સહિત સરકારી અધિકારીઓના સોશિયલ મીડિયા ફેક એકાઉન્ટ બનાવી લોકો પાસે ગૂગલ પે, પેટીએમ વગેરે મારફતે પૈસા માગતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે હવે રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડૉ.શમશેર સિંઘ દ્વારા IAS અને IPS અધિકારીઓના નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ મામલે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં અધિકારીઓને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ વેરીફાઈ કરાવીને બ્લુ ટીક મેળવી લેવા સહિતના સૂચનો કરાયા છે.

ફેક પ્રોફાઈલ બનતી અટકાવવા સૂચનો
પોલીસ મહાનિર્દેશક ડૉ. શમશેર સિંઘએ એડવાઇઝરીમાં જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનની સુવિધાનો લાભ સરકારી કર્મચારીઓ સહિત તમામ નગારિકો વ્યાપક પ્રમાણમાં ઉઠાવી રહ્યા છે. પરંતુ હાલના સમયમાં સાયબર ક્રાઈમનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે. જેમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સના ફેક એકાઉન્ટ બનાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. જેમાં IAS, IPS તથા અન્ય અધિકારી/કર્મચારીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક પ્રોફાઈલ બની રહ્યા છે. આવા IAS, IPS તથા અન્ય અધિકારી/કર્મચારીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક પ્રોફાઈલ બનાવી ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિ આચરે છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. આવી ગુનાહિત પ્રવૃતિ રોકવા માટે એડવાઈઝરી નીચે પ્રમાણે છે.

એકાઉન્ટ લોક રાખવા 
તમામ અધિકારીઓએ તેમના એકાઉન્ટ/પ્રોફાઈલને વેરીફાઈ કરવીને બ્લુ ટીક મેળવવી જોઈએ જેથી ફેક પ્રોફાઈલને ઝડપથી ઓળખી શકાય. તો તમામ અધિકારીઓએ  ફેક પ્રોફાઈલ બનતી અટકાવવા એકાઉન્ટ લોક રાખવા જોઈએ. એટલે કે તેમના એકાઉન્ટ પબ્લિકના બદલે પ્રાઈવેટ રાખવા જોઈએ. 

એકાઉન્ટના પાસવર્ડ સ્ટ્રોંગ રાખવા 
આ ઉપરાંત એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રોફાઈલ/એકાઉન્ટ પર આવતી ફ્રેન્ડ રીકવેસ્ટને એક્સેપ્ટ કરતા પહેલા તેની ખરાઈ કરવી જોઈએ અને ખરાઈ કર્યા બાદ જ રીકેવેસ્ટ એક્સેપ્ટ કરવી જોઈએ. આ ઉપરાંત સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ સ્ટ્રોંગ રાખવા જોઈએ અને તેને સમયાંતરે બદલવા જોઈએ. અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પાસવર્ડ અલગ-અલગ જ રાખવા જોઈએ. 

IPS હસમુખ પટેલના નામનું બન્યું હતું ફેક એકાઉન્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ IPS હસમુખ પટેલના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું હતું. જે એકાઉન્ટ બનાવનારા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ હસમુખ પટેલે આ અંગેની માહિતી સોશિયલ મીડિયામાં શેર કરી હતી. IAS, IPS અધિકારીઓના સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટને લઈને સરકાર હરકતમાં આવી છે. 

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ