બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Gujarat Education minsiter bhupendra chudasama statement on school
Gayatri
Last Updated: 02:27 PM, 5 November 2020
ADVERTISEMENT
દીવાળી બાદ સ્કૂલ ખુલવા મામલે આજે શિક્ષમમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે, આજે મળેલી ગુજરાત કેબિનેટમાં 9 થી 12 અને કોલેજ શરૂ કરવા બાબતે ચર્ચા થઈ હતી.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ વધુમાં જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. આજે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. SOP તૈયાર કરવા સૂચના આપી છે. 2 દિવસમાં ચર્ચા કરીને ધોરણ 9-12 મુદ્દે ચર્ચા કરાશે. SOP તૈયાર થયા બાદ CM અને આરોગ્ય વિભાગ સાથે બેઠક કરીશું. યુનિવર્સિટીઓને પણ SOP તૈયાર કરવા સૂચના આપી છે. વિચારણા બાદ સ્કૂલ શરૂ કરવા મુદ્દે નિર્ણય કરીશું. મે મહિનામાં બોર્ડની પરીક્ષા લેવામાં આવશે . ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1 થી 8 શરૂ કરવાનો નિર્ણય ઉચ્ચ કક્ષાની બેઠકમાં લેવાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.