Gujarat education department ordered all schools standard 3 to 8 students exams
પરિપત્ર /
શિક્ષણ વિભાગે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો તમામ શાળાઓને કર્યો આદેશ, આ તારીખથી શરૂ થશે પરીક્ષા
Team VTV06:54 PM, 25 Feb 21
| Updated: 07:05 PM, 25 Feb 21
ગુજરાત શિક્ષણ વિભાગે પરીક્ષા માટે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવાયું છે કે, ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે. આ અંગે તમામ સ્કૂલોને શિક્ષણ વિભાગે આદેશ કર્યા છે.
શિક્ષણ વિભાગે પરિપત્ર કરી પરીક્ષા લેવા આદેશ કર્યો
ધોરણ 3થી 8ના વિદ્યાર્થીએ પરીક્ષા આપવી પડશે
પ્રથમ સત્રની પરીક્ષાનું 15 માર્ચથી આયોજન થશે
તમામ સ્કૂલોમાં એક જ પ્રશ્નપત્ર રહેશે
કોરોના મહામારીમાં સૌથી મોટો ફટકો શિક્ષણ ક્ષેત્રને પડ્યો છે. ત્યારે હવે લોકડાઉન અને કર્ફ્યુ બાદ હવે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. ઓનલાઇન એજ્યુકેશન બાદ ઓફલાઇન ક્લાસ શરૂ થઇ રહ્યા છે. તેવામાં હવે તમામ ધોરણોના અભ્યાસક્રમ અને પરીક્ષાઓને જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતની ધો.3થી 8ની પરીક્ષાઓનો કાર્યક્રમ
શિક્ષણ વિભાગે પરિપત્ર કરી પરીક્ષા લેવા તમામ સ્કૂલોને આદેશ કર્યો છે. જેમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીએ પરીક્ષા આપવી પડશે. પ્રથમ સંત્રાત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે. તમામ વિદ્યાર્થીઓએ ફરજીયાત ક્લાસ રૂમમાં જ પરીક્ષા આપવાની રહેશે. વાર્ષિક પરીક્ષાને ધ્યાનમાં રાખતા આ સત્રની પરીક્ષા આપવી ફરજીયાત છે.
તમામ સ્કૂલોમાં એક જ પ્રશ્નપત્ર રહેશે
ગુજરાતી, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન વિષયોની પરીક્ષા લેવાશે. અન્ય વિષયોની પરીક્ષા શાળાઓ પોતાની રીતે લઇ શકશે. બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને કોમન પ્રશ્નપત્ર આપવામાં આવશે. તમામ સ્કૂલોમાં એક જ પ્રશ્નપત્ર રહેશે. વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી પરીક્ષા લેવાશે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જ્યારે ધો.6થી 12ની શાળાઓ શરુ થઇ ગઈ છે. જ્યારે આગામી સમયમાં અન્ય વર્ગની શાળાઓ ખુલશે તે પણ નક્કી છે.
મહત્વનું છે કે, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(GCERT) અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ગુજરાતના તમામ DEO, DPO અને કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને આદેશ આપી દેવાયા છે. તેમને સૂચના આપવામાં આવી છે કે 15 માર્ચથી પ્રથમ સત્ર નિદાન કસોટી લેવાની રહેશે.