ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat education board government school open

ગુજરાત / રાજ્યમાં 10-12ના વર્ગો શરુ કરાયાં બાદ હવે આ ધોરણના વર્ગો શરુ કરવા સરકારની વિચારણા

Published By: Divyesh

Last Updated: 08:48 AM, 19 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન ગત આખું વર્ષ શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી. જો કે રાજ્યમાં કોરોના હવે ધીરે-ધીરે કાબુમાં જોવા મળતા સરકાર દ્વારા શાળાઓ-કોલેજો શરુ કરવાની વિચારણા કરી રહી છે. જેમાં ધોરણ 10 અને 12ના વર્ગો શરુ કરાયા બાદ હવે 9 અને 11ના વર્ગો શરુ કરવાને લઇને આજે નિર્ણય લઇ શકે છે.

ADVERTISEMENT

  • રાજ્યમાં ધોરણ-9 અને 11ની શાળાઓ શરૂ કરવા આજે નિર્ણય
  • આગામી સોમવારથી શાળા શરૂ કરવા સરકારની વિચારણા
  • ધોરણ- 10 અને 12ના આધારે સરકારે ફિડબેક માંગ્યો 

હાલ ગુજરાતમાં કોરોના કાબુમાં જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ધીરે-ધીરે રોજગાર-ધંધાઓ ખુલી રહ્યાં છે. જો કે હાલમાં હજુ પણ રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યું યથાવત રાખવામાં આવ્યો છે. 
 

ત્યારે બીજી તરફ રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા હાલ થોડા દિવસો અગાઉ જ ધોરણ 10 અને 12ના વર્ગો શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે સરકાર દ્વારા ધોરણ 9 અને 11 માટે શાળાઓ શરુ કરવાને લઇને આજે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. 

 

જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 અને 11ના વર્ગો આગામી સોમવારથી શરુ કરવા અંગે વિચારણા કરી રહી છે. જો કે સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના આધારે ફીડબેક મંગાવ્યો છે. 

પ્રાપ્ત મળતી વિગત અનુસાર સરકારે ધોરણ 10 અને 12 શાળાના સંચાલકો અને શિક્ષકો પાસે ફિડબેક માંગવામાં આવ્યો છે. જેના આધાર પર ધોરણ 9 અને 11ના વર્ગો શરુ કરવા અંગે નિર્ણય લઇ શકાય છે. જો કે આજના ફીડબેક બાદ આ અંગેનો નિર્ણય રાજ્ય સરકારની મળનારી કેબિનેટ બેઠકમાં લેવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે ગઇકાલે જૂનાગઢની કેશોદની એક શાળામાં 11 વિદ્યાર્થિનીઓ કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું. જેમાં કેશોદની કે. એ. વણપરિયા વિનય મંદિરની 11 વિદ્યાર્થિનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં સ્કૂલમાં પ્રવેશતા એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 3 હોસ્ટેલની અને 8 શહેરની વિદ્યાર્થિનીઓ કોરોના સંક્રમિત જોવા મળી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

gujarat open school ગુજરાત શરુઆત સ્કૂલ School

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ