ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ધોરણ 9 થી 12ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને રાહત, ગુજરાત શિક્ષણ બોર્ડે પેપર લખવાનો ટાઈમ લંબાવ્યો

BIG BREAKING / ધોરણ 9 થી 12ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને રાહત, ગુજરાત શિક્ષણ બોર્ડે પેપર લખવાનો ટાઈમ લંબાવ્યો

Published By: Vishal Khamar

Last Updated: 08:13 PM, 22 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 9 થી 12 માં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે મહત્વનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

ગુજરાત માધ્યમિક અને શિક્ષણ બોર્ડ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. ધો. 9 થી 12 સુધીની પરીક્ષાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓમાં સમયગાળો લંબાવવામાં આવ્યો છે. કલાક દીઠ 20 મિનિટનો સમય વધારો આપવાનો શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને એક કલાકના પેપર માટે હવે 20 મિનિટ અને 2 કલાકના પેપર માટે 40 મિનિટનો ત્રણ કલાકના પેપર માટે 60 મિનિટનો વધારાનો સમય મળશે.

દિવ્યાંગ વિદ્યાર્થીઓના પરીક્ષાના સમયનું નોટિફિકેશન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાનો સમય લંબાવવામાં આવ્યો છે. ધો. 10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. ફોર્મ ભરવાનો સમય બે દિવસ લંબાવાયો છે. વિદ્યાર્થીઓ 24 ડિસેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સૌ પ્રથમ જાહેર કરેલ ધો. 10 અને 12 ના પરીક્ષાના કાર્યક્રમમાં તહેવારના દિવસે પરીક્ષા રાખવામાં આવી હતી. જે બાદ VTVNEWS દ્વારા શિક્ષણ બોર્ડની ભૂલને લઈ અહેવાલ પ્રસારીત કર્યો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ભૂલ સ્વીકારી છે. ધુળેટીની જાહેર રજામાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ બોર્ડ દ્ધારા પરીક્ષાની તારીખને બદલવામાં આવી. ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા 4 માર્ચના બદલે હવે 18 માર્ચે લેવાશે. જે જે વિષયની પરીક્ષા ધૂળેટીની જાહેર રજાના દિવસે રાખવામાં આવી હતી તે 18 માર્ચે યોજાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટી નો જાહેર રજા દિવસ હોવા છતાં બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ગોઠવવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી ફેલાઈ છે.

મળતી માહિતી અનુસાર, ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર, ધોરણ 12 સાયન્સનું જીવ વિજ્ઞાન (બાયોલોજી) પેપર તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અર્થશાસ્ત્રનું પેપર એ દિવસે રાખવામાં આવ્યું હતું. જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવાતા વિદ્યાર્થીઓએ તે સામે અસંતુષ્ટી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ રાજકુમાર જાટ મોત કેસ પર મોટા સમાચાર, ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે

બોર્ડની પરીક્ષાનો સમગ્ર નવો કાર્યક્રમ વાંચવા અહીંયા ક્લીક કરો

2023માં પણ બોર્ડે ચેટીચાંદના જાહેર રજાના દિવસે પરીક્ષા આયોજન કર્યું હતું, જેને લઈને વિરોધ થયો હતો. ત્યારે છબરડો બહાર આવ્યા પછી બોર્ડે સુધારો કરતા પરીક્ષાનો દિવસ બદલવો પડ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Disabled Student Gandhinagar News Education Department

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ