બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat cyclone hikka alert surat rain cm vijay rupani meeting
ADVERTISEMENT
ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અરબ સાગરના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં લો પ્રેશર યથાવત્ છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું કે 1 જૂને લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 2 જૂને ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈને આગળ વધશે.
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રીય થયું છે. જે આગામી 12 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે અને આગામી 24 કલાકમાં વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ ટકરાઈ શકે છે.
દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. સુરતના દરિયા કિનારાથી આ ડિપ્રેશન 920 કિમી દૂર સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દીધી છે. 3 જૂને આ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. જેના કારણે આસપાસના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
વાવાઝોડું આવે છે
ADVERTISEMENT
કયા જિલ્લામાં થઈ શકે વરસાદ?
ADVERTISEMENT
રાજ્યમાં વાવાઝોડાના પગલે જૂનાગઢના માંગરોળ, જામનગરના રોજી બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. જ્યારે નવસારીમાં કાંઠાના તમામ સરપંચ-તલાટીઓને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે. જ્યારે સુરત ખાતે વાવાઝોડાના પગલે 1 NDRF ની ટીમ ફાળવવામાં આવી છે.
સંભવિત વાવાઝોડાને લઈને ગાંધીનગરમાં મહત્વની બેઠક
ADVERTISEMENT
સંભવિત વાવાઝોડાને લઈને ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઇ રહી છે. સીએમ રૂપાણીની ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ સાથે બેઠક છે. સીએમ રૂપાણીની સ્ટેટ ડિઝાસ્ટર મોનિટરિંગ સેન્ટર ખાતે અધિકારી સાથે બેઠકમાં ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને લઇ ચર્ચા કરશે. હાલ વાવાઝોડું વલસાડના દરિયા કિનારે ટકરાય તેવી સ્થિતિ છે. જેને લઇ રાજ્ય સરકાર એક્શન પ્લાન તૈયાર કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.