બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2024નું રાહત પેકેજ રદ! અને ખેડૂતો રોષે ભરાયા, જાણો શું છે સમગ્ર વિવાદ
Last Updated: 02:56 PM, 1 September 2025
રાજ્ય સરકાર દ્વારા 2024ના ઓક્ટોબર મહિનામાં થયેલા ભારે વરસાદને કારણે કપાસના પાકમાં થયેલા નુકસાનને ધ્યાને લઇ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં આ રાહત પેકેજને રદ કરી દેતાં ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પાટડી ખેડૂત હિત રક્ષક સમિતિએ આ નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે અને ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલાં લેવા સરકારને અપીલ કરી છે.
ADVERTISEMENT

સરકારના આ નિર્ણયથી રાજ્યના 6 જિલ્લાઓના 1922 ગામોના ખેડૂતોને સીધી અસર પડી શકે છે. છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં કપાસના પાકમાં મોટા પાયે નુકસાન થયું હતું. ભારે વરસાદને કારણે પાક ખરાબ થતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું. આ માટે સરકારે ખાસ રાહત પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ હવે તેને રદ કરી દેતા ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સરકારી જાહેરાત અનુસાર 33 ટકા કે તેથી વધુ નુકસાન થયેલા ખાતેદાર ખેડૂતોને SDRF નોર્મ્સ મુજબ 8500 રૂપિયા પ્રતિ હેક્ટર તથા રાજ્ય બજેટમાંથી વધારાના 2500 રૂપિયા પ્રતિ હેક્ટર પ્રમાણે સહાય મળવાની હતી. આ રીતે કુલ 11,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળવાની હતી, જેમાં મહત્તમ બે હેક્ટર સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.

ADVERTISEMENT
સહાય મેળવવા માટે ખેડૂતોને તલાટીના દાખલા સાથે પાક નુકસાનીના ફોટા કે અન્ય આધાર પુરાવા રજૂ કરવાની ફરજિયાત શરત હતી. આ પ્રક્રિયા પૂર્ણ કરીને ખેડૂતોને સહાય મળવાની આશા હતી. પરંતુ સરકારના અચાનક લેવાયેલા નિર્ણયથી ખેડૂતોને હવે આ સહાય મળવી મુશ્કેલ બની ગઈ છે.
ADVERTISEMENT
વિક્રમ રબારી, ખેડૂત હિત રક્ષક સમિતિ પાટડી તરફથી ફરિયાદ કરવામાં આવી છે કે સરકારે જાહેર કરેલું પેકેજ અચાનક રદ કરીને ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડ્યું છે. તેમનું કહેવું છે કે દરેક ખેડૂતને આ સહાય મળવી જ જોઇએ. ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે તરત જ રાહત પેકેજ અમલમાં મૂકી ખેડૂતોને ન્યાય આપવામાં આવે, નહિ તો રાજ્યવ્યાપી વિરોધ આંદોલન કરવામાં આવશે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.