Gujarat Corona Case, Night Curfew, Corona new Guide Line 17-2-2022
સૌથી મોટી રાહત /
BIG NEWS: હવે ગુજરાતના માત્ર 2 શહેરોમાં જ રાત્રિ કર્ફ્યુ, લગ્ન-ધાર્મિક કાર્યક્રમોમાં મોટી છૂટ અપાઇ
Team VTV08:23 PM, 17 Feb 22
| Updated: 10:31 PM, 24 Feb 22
રાજ્ય સરકારે કોરોના મામલે પ્રતિબંધોમાં મોટી છૂટછાટ આપી, હવે માત્ર 2 મહાનગરમાં જ નાઈટ કર્ફ્યૂ, તો લગ્ન અને અન્ય કાર્યક્રમોમાં ક્ષમતાના 75%ની છૂટ
રાજ્ય સરકારે કોરોના મામલે પ્રતિબંધો હળવા કર્યા
રાજ્ય સરકારે કોરોનાની નવી SOP જાહેર કરી
અમદાવાદ અને બરોડામાં જ રહેશે રાત્રિ કર્ફ્યુ
રાજ્ય સરકારે કોરોનાની નવી SOP જાહેર કરી છે. 6 મનપાને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તી અપાઇ જેથી હવે અમદાવાદ અને બરોડામાં જ રહેશે રાત્રિ કર્ફ્યુ રહેશે. વેપારીઓને તકલીફ ન થાય તેને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે. હવેથી લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે નહીં.
અમદાવાદ અને વડોદરા શહેરમાં રાત્રે 12થી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ
બન્ને શહેરોમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન હોટેલ/રેસ્ટોરન્ટ્સમાંથી હોમ ડિલિવરી સેવાને છૂટ
તમામ પ્રકારના રાજકીય, સામાજીક(લગ્ન સહિત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો,
રમત-ગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ
તથા મનોરંજક સ્થળોમાં, ખુલ્લા સ્થળની ક્ષમતાના 75 ટકા લોકોને, બંધ સ્થળની ક્ષમતાના
બંધ સ્થળોએ 50 ટકા લોકોને મંજૂરી
હવેથી લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે નહીં
તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે વેક્સિનના 2 ડોઝ ફરજિયાત રહેશે
બસ અને લક્ઝરીમાં 100 ટકા ક્ષમતા સાથે મુસાફરીને મંજૂરી
જીમ, બાગ-બગીચા સંપૂર્ણ ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે
18-02-2022થી 25-02-2022 સુધી નવા નિયંત્રણો લાગૂ રહેશે
કોર કમિટીની બેઠકમાં નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિ ની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર ,ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા
સોમવારથી શાળાઓ સંપૂર્ણ ઓફલાઇન શરૂ થશે
શિક્ષણના વિશાળ જાહેર હિતમાં સરકારની માર્ગદર્શન,વિચાર વિમર્ષ અને સુચના મુજબ આજની કોર કમિટીમાં થયેલ ચર્ચા અન્વયે તા.21, સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવા બાબતે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ શાળા-કોલેજોએ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે.વિદ્યાર્થીઓ/વાલીઓ/શાળા-કોલેજોના સંચાલકોને ઓફલાઇન શિક્ષણની તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહે તે બાબત ધ્યાને લેતાં આ નિર્ણયનું અમલીકરણ તા.21, સોમવારથી થશે.
આજે ગરૂવારે માત્ર 870 કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાના આંકડો છેલ્લા 15 દિવસથી સતત ઘટી રહ્યો છે એક સપ્તાહ એવું હતું કે ત્રણેય લહેરના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાઈ રહ્યા હતા. પણ હવે છેલ્લા 24 કલાકમાં 870 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 252 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 28 કેસ તો રાજકોટ શહેરમાં 23 કેસ, વડોદરા શહેરમાં 139 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 27 કેસ, ભાવનગર શહેરમાં 6 કેસ સામે આવ્યા છે. કોરોનાને લીધે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 2,221 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સુધી 8,014 પહોંચી ગઈ છે. જ્યારે 53 દર્દીઓ વેન્ટિલેટર પર છે.