દુઃખદ /
ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર અભિનેતા અરવિંદ જોશીનું નિધન
Team VTV08:51 AM, 29 Jan 21
| Updated: 09:00 AM, 29 Jan 21
ગુજરાતી અભિનેતા અરવિંદ જોશીનું નિધન થયુંં છે.
ગુજરાતી અભિનેતા અરવિંદ જોશીનું અવસાન
અરવિંદ જોશી ગુજરાત રંગભૂમિના દિગ્ગજ કલાકાર
નિર્માતા, લેખક, દિગ્દર્શક તરીકે પણ કામગીરી કરી
ગુજરાતી સિનેમાના સોનેરી ઈતિહાસના સાક્ષી અરવિંદ જોશીનું નિધન થયું છે. અરવિંદ જોશી બોલીવૂડ અભિનેતા શરમન જોશીના પિતા છે. આજે વહેલી સવારે તેમનું નિધન થયું છે.
રંગભૂમિના દિગ્ગજ કલાકાર હતા અરવિંદ જોશી. તેમણે નિર્માતા, લેખક, દિગ્દર્શક તરીકે પણ કામગીરી કરી છે. અરવિંદ જોશી એ ગુજરાતી નાટક જગત અને સિને જગતનું ખૂબ જ જાણીતું અને માનીતું નામ છે.
તેઓ પ્રખર નાટ્યકાર પ્રવીણ જોશીના ભાઈ હતા. આમ તો એમની ઓળખાણ આ નથી છત્તા તેમના સંતાન શરમન જોશી અને માનસી જોશી છે, જેઓ પોતે પણ ખૂબ સારા સ્ટેજ આર્ટિસ્ટ્સ છે, તેઓ પણ તેમની અભિનયની શરૂઆત તેમના પિતા અરવિંદ જોશી અને પ્રવીણ જોશીની સાથે જ કરી હતી. અરવિંદ જોશી ઘણા બધા લોકોના મેન્ટોર પણ રહી ચુક્યા છે.
અરવિંદ જોશીએ 1975માં આવેલી શોલેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યુ હતુ જ્યારે 1969માં આવેલી ઈત્તેફાક અને અપમાન કી આગમાં પણ કામ કર્યું હતુ.
દુ:ખદ : ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર અભિનેતા અરવિંદ જોશીનું અવસાન#gujarat