બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: નવા મંત્રીમંડળનો તખ્તો તૈયાર, સ્ટેજ પર 28 ખુરશીઓ ગોઠવાતા અનેક તર્કવિતર્ક

ગાંધીનગર / VIDEO: નવા મંત્રીમંડળનો તખ્તો તૈયાર, સ્ટેજ પર 28 ખુરશીઓ ગોઠવાતા અનેક તર્કવિતર્ક

Jay Bhatt

Last Updated: 08:22 AM, 17 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળનો તખ્તો તૈયાર થઈ ગયો છે. મહાત્મા મંદિર ખાતે આજે 11 વાગ્યે શપથવિધિ કાર્યક્રમ યોજાનાર હોવાથી સ્થળના મુખ્ય સ્ટેજ પર ખુરશીઓ ગોઠવાઈ છે.

Gujarat cabinet expansion : ગુજરાતમાં જે ક્ષણની છેલ્લા કેટલાય સમયથી ચર્ચા થઈ રહી હતી તે ક્ષણ હવે નજીક આવી રહી છે. આજે ગુજરાત નવા મંત્રીમંડળનું વિસ્તરણ થનાર છે, ત્યારે મહાત્મા મંદિર ખાતેથી દ્રશ્યો સામે આવી રહ્યા છે.

શપથ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ

મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ તરફ મોડી રાત સુધીમાં નવા મંત્રીમંડળમાં પંસદગી પામેલા નેતાઓને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ગઈકાલ મુખ્યમંત્રી અને રાજ્યપાલની મુલાકાતને છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. જોકે, આ મુલાકાત આજે સવારે 9 વાગ્યે થઈ શકે છે.

શપથવિધિ કાર્યક્રમમાં દિગ્ગજ નેતા ઉપસ્થિત રહેશે

ગાંધીનગર ખાતે પ્રથમવાર મંત્રીમંડળના શપથવિધિ કાર્યક્રમ યોજાનાર છે, ત્યારે આ શપથવિધિ કાર્યક્રમમાં જે.પી. નડ્ડા, સી.આર.પાટીલ સહિતના દિગ્ગજ નેતા ઉપસ્થિત રહેશે. હાલ મહાત્મા ગાંધી મંદિર ખાતેથી સવારના સમયના દ્રશ્યો સામે આવી રહ્યા છે. શપથવિધિ સ્થળના મુખ્ય સ્ટેજ પર 28 ખુરશીઓ ગોઠવાઈ છે, જ્યારે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની સ્ટ્રેન્થ 27 છે. નોંધનીય છે કે એક ખુરશી રાજ્યના રાજ્યપાલની હોય છે.

મંચથી લઈ જનતાની બેઠકો સુધી સુવ્યવસ્થિત આયોજન

શપથવિધિ માટે વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં નવા મંત્રીઓ શપથ લેશે. સાથે જ સમારોહમાં ઉપસ્થિત મહેમાનો અને અન્ય મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ માટે બેસવાની વ્યવસ્થા પણ કડક આયોજન હેઠળ રાખવામાં આવી છે.

vtv app promotion

આ ધારાસભ્યો મંત્રી તરીકે યથાવત રહી શકે

ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, ત્યારે ક્યાં ધારાસભ્યની લોટરી લાગશે અને કોને ક્યું સ્થાન મળશે તે હજુ પણ સસ્પેન્સ છે, જો કે સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે, જૂના મંત્રીઓ રિપીટ થઈ શકે છે, જેમાં પાંચ નામ સામે આવી રહ્યા છે, જે અનુક્રમે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી બાવળીયાના છે.

મહાત્મા મંદિર ખાતે કડક પોલીસ બંદોબસ્ત

શપથવિધિના પ્રવાહને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા માટે પણ કડક બંદોબસ્ત ગોઠવાયો છે. મહાત્મા મંદિર ખાતે 2 ડીવાયએસપી, 20 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પીએસઆઈ અને આશરે 450 પોલીસ જવાનો તૈનાત રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

cabinet expansion news update Gujarat cabinet expansion Big news on cabinet expansion
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ