બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવા મંત્રીમંડળનું વિસ્તરણ શરુ, આ મંત્રીઓ યથાવત રહ્યા, જુઓ લિસ્ટ
Gujarat Cabinet Expansion : છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના નવા મંત્રી મંડળની ચાલી રહેલી ચર્ચાનો આજે અંત આવી ચૂક્યો છે, ટૂંક સમયમાં જ નવા મંત્રીમંડળના વિસ્તરણ થનાર છે, ત્યારે હવે ધારાસભ્યોને મંત્રીમંડળની શપથવિધિ માટે ફોન આવવાનું શરુ થઈ ગયા છે.
ADVERTISEMENT
ગુજરાતના નવા મંત્રીમંડળના કોને સ્થાન મળશે તેનું ચિત્ર ધીરે ધીર સ્પષ્ટ થઈ રહ્યું છે. ધારાસભ્યોના નામ સામે આવી રહ્યા છે જેઓને મંત્રી પદના શપથ માટે ફોન કરવામાં આવ્યા છે. અગાઉ નો રિપીટની થીયરીની ચર્ચા થઈ રહી હતી, જો કે કેટલાક મંત્રીઓ યથાવત રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જે નામ સામે આવી રહ્યા છે તેમાથી પ્રફુલ પાનશેરીયા, કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, સી.જે. ચાવડા, પરષોત્તમ સોલંકી, હર્ષ સંઘવી, અરવિંદ રાણા, સંગીતાબેન પાટીલનો સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક નવા ચહેરાઓ જોવા મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભામાં કુલ 182 સભ્યો છે અને બંધારણ મુજબ વધુમાં વધુ 27 મંત્રીઓની નિમણૂક કરી શકાય છે (એટલે કે, ગૃહની કુલ સંખ્યાના 15%). આ મહિનાની શરૂઆતમાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના સ્થાને ગુજરાત ભાજપના નવા પ્રમુખ બન્યા. પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપની "એક વ્યક્તિ, એક પદ" નીતિને કારણે આ વખતે જગદીશ વિશ્વકર્મા મંત્રી પરિષદમાં સામેલ થશે નહીં.
ADVERTISEMENT
સાંજે 4 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નવા મંત્રીઓના શપથ સમારોહનું આયોજન, 25 ધારાસભ્યો મંત્રી બને તેવી શક્યતા, ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં મંત્રીઓ સંભાળશે ચાર્જ, અમુક મંત્રી દિવાળી પછી સાતમના દિવસે ચાર્જ સંભાળે તેવી શક્યતા છે.
વધુ વાંચો : LIVE: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવન પહોંચ્યા, જે મંત્રીઓ રીપીટ થશે એ મંત્રીઓ શપથ ગ્રહણ નહીં કરે
શપથવિધિના પ્રવાહને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા માટે પણ કડક બંદોબસ્ત ગોઠવાયો છે. મહાત્મા મંદિર ખાતે 2 ડીવાયએસપી, 20 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પીએસઆઈ અને આશરે 450 પોલીસ જવાનો તૈનાત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.