બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / અન્ય જિલ્લા / ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, દરિયામાં વહી જતું નર્મદાનું પાણી અપાશે, બજેટમાં કરાયું મોટું એલાન
Last Updated: 04:56 PM, 18 February 2026
Gujarat Budget 2026 : નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા આજે રજૂ કરવામાં આવેલ બજેટમાં સરકારે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ₹25,960 કરોડની જોગવાઈ કરીને રાજ્યના પાણી વ્યવસ્થાપનમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ ફાળવણીનો મુખ્ય હેતુ રાજ્યના સૂકા અને પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં સ્થાયી ઉકેલ લાવવાનો છે.
ADVERTISEMENT
નર્મદાના પાણીનો વધુ ઉપયોગ
મહત્વનું છે કે, દર વર્ષે ચોમાસા દરમિયાન નર્મદાનું ઘણું પાણી દરિયામાં વહી જાય છે. હવે તે પાણીનો સદુપયોગ કરી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા પાણીની તંગી ધરાવતા વિસ્તારો સુધી પહોંચાડવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આથી ખેતી અને પીવાના પાણી બંને ક્ષેત્રે મોટો લાભ મળશે.
ADVERTISEMENT
સિંચાઈ માળખાનું મજબૂતીકરણ
હાલના સિંચાઈ માળખાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ₹1,420 કરોડ ફાળવાયા છે. તેમાં જૂના કેનાલોના સુધારણા, વિસ્તરણ અને આધુનિકીકરણનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ડેમ સુરક્ષા અને પાણી સંચય
ડેમોની સુરક્ષા માટે ₹693 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ ચોમાસામાં વહી જતું પાણી અટકાવવા માટે મોટા ચેકડેમ અને વિયર બનાવવા ₹896 કરોડ ફાળવાયા છે. સાબરમતી નદી પર કુલ 14 વિયર-બેરેજ બનાવવાની યોજના હેઠળ 5 કામો પૂર્ણ થઈ ચૂક્યા છે. બાકી રહેલા કામો પૂર્ણ કરવા માટે ₹624 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સુજલામ-સુફલામ અને અન્ય યોજનાઓ
Sujalam Sufalam Yojana માટે ₹1,237 કરોડ, SAUNI Yojana માટે ₹473 કરોડ, કચ્છ માટે વિશેષ યોજના હેઠળ ₹1,333 કરોડ ફાળવાયા છે. આ ત્રણેય યોજનાઓ માટે કુલ ₹3,043 કરોડની જોગવાઈ હાથ ધરાઈ છે.
ADVERTISEMENT
ઉદ્ઘવ સિંચાઈ યોજનાઓ
ઉદ્વહન સિંચાઈ યોજનાઓ માટે ₹485 કરોડ ફાળવાયા છે. ડાંગ જિલ્લામાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીઓ પર 43 મોટા ચેકડેમ-વિયર બનાવી 2,104 હેક્ટર જમીનને લાભ પહોંચાડાશે. વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર અને કપરાડા વિસ્તારોમાં 35 ગામોના 16,235 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા મળશે. છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારમાં પાણી પહોંચાડાશે.
ADVERTISEMENT

સરદાર સરોવર માટે વિશેષ ફાળવણી
Sardar Sarovar Dam યોજના માટે ₹3,317 કરોડ ફાળવાયા છે. અમદાવાદના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ વધારવા ₹600 કરોડ, ધોલેરા SIRમાં ઉદ્યોગોને રોજ 100 MLD પાણી પૂરું પાડવા ₹300 કરોડની પાઈપલાઈન યોજના અને કચ્છમાં દુધઈ સબ-બ્રાન્ચ કેનાલ માટે ₹230 કરોડ ફાળવાયા છે.
આ પણ વાંચો : યુવાનો અને મજૂરો માટે ખુલ્યો પટારો, રોજગાર વિભાગ માટે ₹2902 કરોડનું ફંડ ફાળવાયું
પીવાનું પાણી અને જૂથ યોજનાઓ
પીવાના પાણી માટે કુલ ₹6,984 કરોડ ફાળવાયા છે. સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં ₹1,044 કરોડના કામો ચાલુ છે. આદિજાતિ જૂથ યોજના અંતર્ગત 14 જિલ્લાના 651 ગામોને ₹280 કરોડથી લાભ મળશે. ડાંગ જિલ્લાની જૂથ યોજના માટે ₹866 કરોડના કામો હાથ ધરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.