બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / બાબડા ગામે બિરાજમાન ગાત્રાળ માતાજીના કરો દર્શન, મંદિરનો ઇતિહાસ રોચક, મામાદેવનું મહત્વ
Last Updated: 06:30 AM, 7 April 2025
પોરબંદરથી પંદર કિલોમીટરના અંતરે જામનગર હાઇવે પર આવેલા બાબડા ગામે ગાત્રાળ માતાજીનું મંદિર આવેલુ છે. પૌરાણિક ઇતિહાસ ધરાવતા માતાજીના આ મંદિરે ભાવિકો દેશ વિદેશથી દર્શન કરવા આવી માતાજી સમક્ષ પોતાની મનોકામના વ્યક્ત કરે છે. પોરબંદરથી પંદર કિલોમીટરના અંતરે બાબડા ગામે ગાત્રાળ માતાજીનું મંદિર આવેલુ છે. માતાજીના મંદિરે દેશ વિદેશથી ભાવિક ભક્તો દર્શને આવે છે. ગાત્રાળ માતાજીનું મંદિર અઢારેય વર્ણની આસ્થાનું કેન્દ્ર છે. બાબડાના ગ્રામવાસીઓ નિયમિત માતાજીના દર્શને આવે છે. માતાજીમાં અતૂટ શ્રદ્ધા આસ્થા ધરાવતા દરેક લોકો પોતાના દિવસની શરૂઆત માતાજીના દર્શન કર્યા બાદ જ કરે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
ADVERTISEMENT

બાબડા ગામે બિરાજમાન ગાત્રાળ માતાજી
ADVERTISEMENT
ગાત્રાળ માતાજીના મંદિરનો ઇતિહાસ રોચક છે. એક સમયે સૌરાષ્ટ્ર પંથકમાં બહારવટીયાઓની હાક વાગતી હતી. માણેક, મુળુ માણેક, અને મયો માણેક બહારવટું ખેડી પાછા ફરતાં હતા ત્યારે રસ્તામાં પડેલું સેલુ અને ચુંદડી મુળુ માણેકે લઈ લીધા, થોડેક આગળ પહોંચ્યા ત્યાં રસ્તામાં ચંદ્રમાના કિરણો સમાન ઉજ્જવળ રૂપાળી બાઇએ હસીને કહ્યું કે તું મને ક્યાં લઇ જઇશ, ત્યારે મુળુ માણેકે વિવેકથી જવાબ વાળ્યો. હું તમને આદર પૂર્વક મારા કૂળદેવી તરીકે પૂજીશ. જ્યા માતાજી બિરાજમાન થયા અને ગાંડી ગાત્રાળ નામ પડયું ત્યાં મૂળુ માણેક માતાજીને પગે લાગી સવા ગજ સેલુ લઈ ઘેર આવ્યો અને ગાત્રાળ મા ને માટે પથ્થરનું ઘોલકું બનાવી ત્યાં સેલું રાખ્યું. તે ઘોલકાવાળી ગાત્રાળ મા તરીકે પ્રચલિત થયા. ગાત્રાળ માતાજીને અઢારેય વર્ણના લોકો પૂજે છે. મા ગાત્રાળની લીલા અદભૂત છે. નિસંતાન દંપતિ સાચી શ્રધ્ધા રાખી માતાજી સમક્ષ તેમની મનોકામના વ્યક્ત કરે છે ત્યારે માતાજી પણ તેમને આશીર્વાદ આપે છે અને તે દંપતિના ઘરે પારણું બંધાય છે. માતાના પારે મેળો ભરવાનું વિશેષ મહત્વ છે. ઘણા પરિવારમાં પ્રથમ પુત્રનો જન્મ થાય ત્યારે તે પરિવાર અચૂક મેળો ભરે છે અને પારણું ચઢાવે છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં ACનું ગોડાઉન ફટાકડાની જેમ ફૂટ્યું, જીવરાજ પાર્કમાં ભયંકર આગથી અફરાતફરી
મંદિર પરિસરમાં મામાદેવ બિરાજમાન છે
ADVERTISEMENT
માતાજીના મંદિરે આવતા ભાવિકો માતાજીના દર્શન કરી તેમને લાપસીનું નૈવૈદ કરે છે અને માતાજીને ચૂંદડી ચઢાવે છે. અસંખ્ય શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરે પગપાળા આવીને દર્શન કરી ધન્યતા અનુભવે છે. જ્યારે માતાજીનો મેળો ભરે ત્યારે મા ના મંદિરમાં ધ્વજા, નારીયલ, ચુંદડી, ચાંદલો, સિંદૂર, સોપારી, કંકુ, ચંદન, કેસર, અબીલ અને ગુલાલ ચડાવવામાં આવે છે. વૈશાખ વદી અમાસ મેળાનો અને નૈવેદનો દિવસ છે. આ દિવસે માતાજીના મંદિરે ભરાતા મેળામાં દૂર દૂરથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે. આખો દિવસ ચાલતા મેળામાં આવતા ભાવિક ભક્તો મેળાની મોજ માણી માતાજીના દર્શન કરી નવી શક્તિના સંચાર સાથે ઘરે જાય છે. માતાજીના મંદિર પરિસરમાં એક નાનું મંદિર આવેલું છે આ મંદિરમાં મામાદેવ બિરાજમાન છે મંદિરે આવતા શ્રદ્ધાળુઓ ગાત્રાળ માતાજીના દર્શન કર્યા પછી મામાદેવના પણ દર્શન કરી મામાદેવને કંસારના લાડુ, ખીચડો, સિંદૂર અને પછેડી ચડાવી ધન્યતા અનુભવે છે

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT