બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

ગુજરાત / ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

Last Updated: 04:36 PM, 19 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar: કિસાન સન્માન નિધિ અર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, માર્ચ 2026 પહેલા રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે.

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે ખુશીની જાહેરાત કરી છે. કિસાન સન્માન નિધિ અર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, માર્ચ 2026 પહેલા રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે. અત્યારે રાજ્યના 98 ટકા ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. થોડા વિસ્તારોમાં હજુ દિવસે વીજળી આપવાની કામગીરી ચાલું છે. સીએમએ વધુમાં જણાવ્યુ હતુ કે, માર્ચ મહિના પહેલા આ કામગીરી પૂર્ણ થઈ જશે.

Bhupendra-Patel

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તામીલનાડુના કોઇમ્બતુર ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના”નો 21મો હપ્તો રિલીઝ કરવાનું શરૂ કર્યુ છે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન દેશના ખેડૂતો સાથે સંવાદ કરીને વિશેષ સંબોધન કર્યુ હતું. જે અનુસંધાને ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

vtv app promotion

આ પણ વાંચો: ગુજરાતનું આ શહેર થીજીને થઈ ગયું બરફ! 9.9 ડિગ્રી ઠંડી, હવામાન વિભાગનું કોલ્ડવેવનું એલર્ટ

ભારતના લાખો ખેડૂતોની લાંબી રાહ આજે પૂરી થઈ ગઈ છે, કારણ કે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો જારી કરવામાં આવ્યો છે. જો તમે હજુ સુધી તમારા ખાતાની તપાસ કરી નથી, તો ચેક કરો. આજે, 19 નવેમ્બરના પીએમ મોદીએ આંધ્રપ્રદેશથી કોઈમ્બતુર, તમિલનાડુ સુધી પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો જારી કર્યો.

પીએમ કિસાન યોજના હેઠળ એક ખેડૂતને ત્રણ હપ્તામાં વાર્ષિક 6,000 આપવામાં આવે છે. ગુજરાતના પણ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિની રકમ આવવા લાગી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Kisan Samman Nidhi Gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ