બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / ચીયર્સ! પોલીસ કર્મચારીઓ માટે બજેટમાં મોટી જાહેરાત, ભૂપેન્દ્ર સરકારે આપી આ મોટી ગિફ્ટ
Last Updated: 05:57 PM, 18 February 2026
Gujarat Budget 2026: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27નું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે, પોલીસ કર્મચારીઓ માટે બજેટમાં મોટી જાહેરાત કરાઇ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે પોલીસ કર્મીઓને આ મોટી ગિફ્ટ આપી છે.
ADVERTISEMENT
આ બજેટમાં રાજ્યના પોલીસ પરિવારોને સુવિધાજનક રહેઠાણ મળી રહે તે માટે સરકારે મોટું લક્ષ્ય નિર્ધારિત કર્યું અને આગામી પાંચ વર્ષમાં કુલ 20,444 રહેણાક મકાનો બનાવવામાં આવશે. આ આવાસ યોજના માટે ચાલુ બજેટમાં 1,571 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પોલીસ બિન રહેણાક મકાનો કે જેમાં વિવિધ જિલ્લાઓની કચેરીઓ, પોલીસ સ્ટેશન જેવા 107 મકાનો બનાવવા 136 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલું બજેટ 2026-27 અનેક મહત્વપૂર્ણ જાહેરાતોથી ભરેલું રહ્યું છે. આ બજેટમાં ભાવિ ટેકનોલોજી, રમતગમતનું મજબૂત માળખું અને મધ્યમ વર્ગને સીધો લાભ થાય તેવી યોજનાઓ પર વિશેષ ભાર મુકાયો છે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય, શિક્ષણ, આવાસ અને રમતગમત જેવા ક્ષેત્રોમાં મોટી જોગવાઈઓ કરવામાં આવી છે.
આરોગ્ય ક્ષેત્રે મજબૂત પગલાં
ADVERTISEMENT
સરકાર દ્વારા આરોગ્ય સેવાઓ વધુ સુલભ બને તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. 121 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર શરૂ કરાશે. 50 નવા ધન્વંતરી આરોગ્ય રથ શરૂ થશે. આ માટે કુલ 260 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. Pradhan Mantri Jan Arogya Yojana – મા યોજના માટે 3472 કરોડ ફાળવાયા છે. અત્યાર સુધી 68 લાખ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે. આ પગલાંથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આરોગ્ય ખર્ચમાંથી રાહત મળશે.
આ પણ વાંચોઃ SC/ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ યોજના માટે આવક મર્યાદા વધારીને 6 લાખ કરાઈ, ગુજરાત બજેટમાં એલાન
ADVERTISEMENT
રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પક્કા મકાન મળી રહે તે માટે સરકારે 4272 કરોડ ફાળવ્યા છે, જેના માધ્યમથી 3.15 લાખ ઘર બનાવાશે. આ ઘર પીએમ આવાસ યોજના, ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, હળપતિ આવાસ યોજનાઓ હેઠળ બનાવાશે. આથી હજારો પરિવારોનું પોતાનું ઘરનું સ્વપ્ન પૂરું થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.