બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર હત્યાકાંડ : ગીર અધિકારીઓ અને મહિલા વનકર્મીઓ વચ્ચે સુંવાળા સંબંધો, ઐયાશબાજીનો ઘટસ્ફોટ

ભાવનગર / ભાવનગર હત્યાકાંડ : ગીર અધિકારીઓ અને મહિલા વનકર્મીઓ વચ્ચે સુંવાળા સંબંધો, ઐયાશબાજીનો ઘટસ્ફોટ

Published By: Hiralal Parmar

Last Updated: 10:27 AM, 22 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના ફોરેસ્ટ ઓફિસર શૈલેષ ખાંભલાએ આચરેલા ભીષણ હત્યાકાંડ બાદ જંગલ અધિકારીઓની રંગીનમિજાજી સામે આવી છે.

ભાવનગરમાં ફોરેસ્ટ ઓફિસર શૈલેષ ખાંભલાએ પત્ની અને 2 સંતોનાની ઘાતકી હત્યા કરીને ક્વાર્ટરમાં જ ખાડો ગાળીને લાશ દાટી દીધી હતી. શૈલેષ ખાંભલાએ જંગલ ખાતામાં કામ કરતી એક મહિલા સાથે પ્રેમસંબંધ હતો અને પરસ્ત્રીને પામવા તેણે આવા ખૌફનાક હત્યાકાંડને અંજામ આપ્યો હતો.

તપાસમાં શું સામે આવ્યું

આ કેસની પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે ગીરના અધિકારીઓ અને મહિલા વનકર્મીઓ વચ્ચે સુવાળા સંબંધો હતા. એક ગુજરાતી અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, એક મહિલા વનકર્મીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ગીરના અધિકારીઓ મહિલા કર્મીઓ સાથે સુંવાળા સંબંધો રાખી રહ્યા છે જેમાંના ઘણા પરિણીત છે. મહિલા કર્મીએ આ સંબંધમાં તપાસની પણ માગ કરી હતી.

વધુ વાંચો : મહેસાણામાં છોકરીએ 16 વાર સુહાગરાત મનાવી, યુવાનોનું કરી નાખ્યું 52 લાખનું, ફેલાયો ડર

શું હતો ચકચારી બનાવ

ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો 5મી નવેમ્બરે ગુમ થયા બાદ 16મી નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદહે મળી આવ્યા હતા. તપાસમાં શૈલેષે જ પત્ની અને સંતાનોની હત્યા કરી હોવાનું પુરવાર થયું હતું. શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. આ ઘટનાના 10 દિવસ બાદ ભાવનગરમાં સરકારી ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડામાંથી તેમની ત્રણેયની લાશ મળી આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

shailesh khabhala bhavnagar bhavnagar crime

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ