બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Alert mode on heavy rain forecast
Ronak
Last Updated: 01:33 PM, 29 September 2021
ADVERTISEMENT
ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાતમાં શાહિન વાવાઝોડું સક્રિય થયું છે. જેના કારે હવામાન વિભાગ દ્વારા અગાઉથી ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. પરિણામે સરકાર દ્વારા પણ ગુજરાતમાં NDRF અને SDRFની 17 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેથી ગંભીર પરિસ્થિતીઓમાં લોકોને બચાવી શકાય.
ADVERTISEMENT
વલસાડ સુરતમાં 1-1 NDRFની ટીમ
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ તેમજ સુરતમાં 1 1 એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. સાથેજ નવસારી, રાજકોટ અને ગીર સોમનાથમાં પણ એનડીઆરએફની એક એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. કારણકે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં પણ 1-1 ટીમ તૈનાત
આ સિવાય ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં પણ 1-1 NDRFની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. કારણકે અગાઉ પણ ભારે વરસાદને કારણે આ જિલ્લાઓમાં અતિવૃષ્ટી થઈ હતી. દ્વારકા પોરબંદર અને ખેડામાં પણ NDRFની 1-1 ટીમો તૈનાત કરવામાં આવી છે. કારણકે આ જિલ્લાઓમાં વરસાદ ભારેથી અતિભારે પ્રમાણમાં પડતો હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વડોદરામાં પહેલાથી 3 ટીમ રીઝર્વ
વરસાદને લઈને વડોદરા ખાતે 3 ટીમ પહેલાથી રિઝર્વ કરી દેવામાં આવી છે. તે સિવાય SDRFની પણ 11 પૈકી 8 ટીમોને રાજ્યના અલગ અલગ જિલ્લામઓમાં તૈનાત કરવામાં આવી છે. જેમા રાજકોટ અને જૂનાગઢમાં SDRFની 2-2 ટીમો તૈનાત કરવામાં આવી છે. સાથેજ જામનગરમાં 2 અને આણંદમાં એક એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે.
અમદાવાદમાં 1 ટીમ તૈનાત
ઉપરાંત ખેડા, ગોધરા અને વાવમાં પણ 1-1 એસડીઆરફની ટીમો તૈનાત કરવામાં આવી છે. સાથેજ વડોદરા તેમજ અમદાવાદમાં પણ 1-1 એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. વાલીયામાં એસડીઆરએફની 1 ટીમને રીઝર્વ રાખવામાં આવી છે.
અગાઉથી તૈયારીઓ કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલાજ ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં પરિસ્થિતી વણસ હતી. જેમા ખાસ કરીને જામનગર આખુ જળબંબાકાર થઈ ગયું હતું. ત્યારે આ વખતે ભારે વરસાદની આગાહીને લઈને અગાઉથીજ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમદાવાદ પ્લેન ક્રેશ / પ્લેન ઉપર જવાને બદલે કેમ નીચે આવ્યું? કોકપીટની અંદરથી સમજો વિમાન દુર્ઘટનાનું કારણ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT