બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Video: 'PIઓનો ટાઇમ નક્કી થઇ જાય કે...', Dy. CM હર્ષ સંઘવીની પોલીસને ટકોર
Last Updated: 02:46 PM, 18 December 2025
Harsh Sanghvi : આજે મેટ્રો સિટી અમદાવાદમાં નવા ખાખી ભવનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ દરમિયાન ફરી એકવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસને ગુનેગારોમાં ભય ઊભો થાય તેવી કામગીરી કરવા સૂચન કર્યું છે. આ સાથે આજે હર્ષ સંઘવીએ નાગરિકો અને પોલીસ વચ્ચે સુમેળભર્યું સમન્વય જળવાઈ રહે તે માટે પણ એક પહેલરૂપ સૂચન કર્યું છે. જેમાં હર્ષ સંઘવીએ પોલીસ સ્ટેશનમાં PI-DySPને લોકોને મળવા અને ખાસ કરી તેમને મળવાનો સમય દર્શાવતું બોર્ડ સ્ટેશનમાં લગાવવાનો આગ્રહ કર્યો છે.
ADVERTISEMENT
'PIઓનો ટાઇમ નક્કી થઇ જાય કે...', Dy. CM હર્ષ સંઘવીની પોલીસને હળવી ટકોર#HarshSanghavi #DyCM #GujaratPolice #PoliceReview #LawAndOrder #Reels #Shorts #trendingpost #GujaratNews #VTVDigital pic.twitter.com/3sOHsJmaF5
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 18, 2025
DyCM હર્ષ સંઘવીનો પોલીસને સંદેશ
ADVERTISEMENT
અમદાવાદમાં નવા ખાખી ભવનના ઉદ્ઘાટન દરમિયાન ઉપમુખમંત્રી તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પોલીસની કામગીરી એવી હોવી જોઈએ કે ગુનેગારોમાં ભય ઊભો થાય, પરંતુ સામાન્ય નાગરિકો સાથે હંમેશા પ્રેમ અને સન્માનથી વર્તન થવું જોઈએ. DyCMએ જણાવ્યું કે, જ્યારે કોઈ ગુનેગાર પોલીસને જોઈને ડરી જાય ત્યારે જ કાયદો સાચી રીતે કાર્યરત ગણાય. પરંતુ એ જ સમયે પોલીસ સ્ટેશનમાં આવતા નાગરિકોને ડરાવાની ભાષામાં નહીં પરંતુ સહજ અને સહાનુભૂતિપૂર્ણ ભાષામાં વાત કરવી અત્યંત જરૂરી છે.
પોલીસ સ્ટેશન બહાર સ્પષ્ટ બોર્ડ લગાવો
ADVERTISEMENT
આ સાથે હર્ષ સંઘવીએ નાગરિકોને સુવિધા મળે તે માટે દરેક પોલીસ સ્ટેશન બહાર સ્પષ્ટ બોર્ડ લગાવવાનું તેમણે સૂચન કર્યું. આ બોર્ડમાં પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને DySPના નામ સાથે તેઓ કયા સમયે ઉપલબ્ધ રહેશે તેની માહિતી લખવી ફરજિયાત હોવી જોઈએ. જો કોઈ અધિકારી નિર્ધારિત સમયે હાજર ન હોય, તો તેના કારણનો ઉલ્લેખ પણ બોર્ડ પર કરવો જોઈએ.
અમદાવાદના ખાખી ભવનના ઉદ્ઘાટન સમયે Dy. CM હર્ષ સંઘવીની પોલીસને હળવી ટકોર જુઓ શું કહ્યું?
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 18, 2025
#HarshSanghavi #DyCM #GujaratPolice #PoliceReview #LawAndOrder #GujaratNews #VTVDigital pic.twitter.com/IfowK808Px
ADVERTISEMENT
PI અને DySP સમયસર હાજર રહે : હર્ષ સંઘવી
આ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને સમયપાલન અંગે પણ ચેતવણી આપતા કહ્યું કે, પોલીસ સ્ટેશનના PI અને DySP સમયસર હાજર રહે તેવો આગ્રહ રાખવો જોઈએ. આ સાથે તેમણે મીઠી ટકોર કરતાં કહ્યું કે, જ્યારે મુખ્યમંત્રી અને ઉપમુખમંત્રી સપ્તાહમાં બે દિવસ નાગરિકોને મળવા સમય ફાળવી શકે છે, તો પછી અધિકારીઓ કેમ નહીં?
ADVERTISEMENT

ADVERTISEMENT
...તો પછી હું આવું : હર્ષ સંઘવી
આ સાથે DyCMએ વધુમાં જણાવ્યું કે, જો પોલીસ પોતે આ વ્યવસ્થાઓ અમલમાં નહીં મૂકે, તો હું જાતે તમારી વચ્ચે આવીને આ કામ કરાવીશ. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ,સરકાર પોલીસ તંત્રમાં પારદર્શિતા, જવાબદારી અને નાગરિકમૈત્રી વ્યવહાર માટે પ્રતિબદ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.