બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હાલમાં કેવી છે ત્યાંની વર્તમાન પરિસ્થિતિ? જુઓ EXCLUSIVE તસવીરો
9 ફોટો ગેલેરી
Last Updated: 03:43 PM, 12 July 2025
1/9
12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયા બાદ માત્ર થોડી સેકન્ડમાં જ ક્રેશ થઈ હતી. વિમાન મેડિકલ હોસ્ટેલ સંકુલ પર ક્રેશ થયું હતું, જેમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બરો સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં માત્ર એક મુસાફર જ જીવંત રહ્યા હતા . ત્યારે VTV દ્વારા પ્રાપ્ત અકસ્માતના એક મહિના પછીની Exclusive તસ્વીરો સ્થાની હાલત બતાવે છે. આગની રાખ હજી ઠંડી પડી નથી અને કાટમાળના ઢગલા આજેય નજરે પડે છે.
2/9
3/9
4/9
5/9
તંત્ર દ્વારા હજુ સુધી દુર્ઘટનાગ્રસ્ત મકાનોમાંથી કાટમાળ સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યો નથી. ખાસ કરીને એક બિલ્ડિંગ એવું છે જ્યાં આજે પણ અકસ્માત વખતે લાગી ગયેલી આગની અસર સ્પષ્ટપણે દેખાઈ આવે છે. દિવાલો કાળી પડી ગઈ છે, લોખંડના બંધાણો વાંકાઅડકા થઈ ગયા છે અને આગની ગંધ હજી પણ વાતાવરણમાં મહેસૂસ થાય છે. સ્થાનિકો કહે છે કે જ્યારે પણ કોઈ આ મકાન તરફ નજર કરે છે, ત્યારે દુર્ઘટનાના ભયાનક દ્રશ્યો ફરી આંખ સામે આવી જાય છે.
6/9
VTVએ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટના પછીના દ્રશ્યો કેમેરા સમક્ષ રજૂ કર્યા. આ સ્થળ હજુય ધૂળ, કાટમાળ અને તૂટી ગયેલી ભીતરોથી ઘેરાયેલું છે. મકાનની દિવાલો પર સુકાઈ ગયેલી ધુમાડાની લાઈનો સ્પષ્ટ દેખાય છે, જે દુર્ઘટનાની તીવ્રતા દર્શાવે છે. ઘટનાને મહિનો થઈ ગયો હોવા છતાં પણ લોકોનું ભય દૂર થયું નથી. ઘણા રહેવાસીઓએ અન્ય વિસ્તારોમાં રહેવાનું શરૂ કર્યું છે અને જે મકાન વેચી શક્યા છે તેઓએ વેચાણની પ્રક્રિયા હાથ ધરી છે.
7/9
ઇન્ડિયન એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા જાહેર કરાયેલા પ્રાથમિક અહેવાલ મુજબ, ટેકઓફ થયા બાદ વિમાનની સ્પીડ 180 નોટ સુધી પહોંચી હતી, પણ અચાનક એન્જિન-1 અને એન્જિન-2 બંનેના ફ્યુઅલ કટ-ઓફ સ્વીચો ‘RUN’થી ‘CUTOFF’ પર ખસી ગયા. જેથી બંને એન્જિનમાં ઇંધણની સપ્લાય બંધ થઈ ગઈ અને વિમાન અચાનક પાવર ગુમાવી બેસ્યું.
8/9
વિમાનના APU (ઓક્સિલરી પાવર યુનિટ) અને રિમ એયર ટર્બાઇન (RAT) ઓટોસ્ટાર્ટ થયા હોવા છતાં, વિમાનને સ્થિર નહીં કરી શક્યા. રિપોર્ટમાં વધુ જણાવાયું છે કે વિમાનના પાછળના ભાગમાં લાગેલું ફ્લાઈટ ડેટા રેકોર્ડર ભારે નુકસાની પામ્યું છે અને તેનો ડેટા કાઢવા માટે ખાસ તકનિકી ઉપાય લેવાઈ રહ્યો છે.
9/9
એર ઇન્ડિયાએ અધિકૃત નિવેદનમાં દુઃખ વ્યક્ત કરી છે અને જીવ ગુમવનારના પરિવારોને સહાનુભૂતિ આપી છે અને જણાવ્યું છે કે તેઓ AAIB અને અન્ય તપાસ એજન્સીઓ સાથે સંપૂર્ણ સહયોગ આપશે. એરલાઈન દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેઓ તમામ નિયમનકારો સાથે સંપર્કમાં છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વધુ ટિપ્પણી નહીં કરે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ