બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન ? અંબાલાલ પટેલે કરી આગાહી
Last Updated: 07:08 AM, 14 January 2026
Ambalal Patel Uttarayan Forecast : ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર એટલે કે ઉત્તરાયણ. આજે રંગબેરંગી પતંગોથી આકાશ ભરાઈ ગયું છે. જોકે ઉત્તરાયણના દિવસે લોકો માટે સૌથી મહત્વનું હોય તો એ છે પવન. આ તરફ હવે રાજ્યભરના પતંગ રસિકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આજે એટલે કે ઉત્તરાયણના દિવસેં પવન પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેશે. ખાસ કરીને આજેે દિવસભર પવન સારો રહેવાની શક્યતા છે, જેના કારણે પતંગોત્સવની મજા બમણી થઈ જશે.
ADVERTISEMENT
જાણો અંબાલાલ પટેલે શું કરી છે આગાહી ?
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ પવનની ઝડપ સામાન્ય રીતે 6 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રહી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવન થોડો નરમ રહેશે, જ્યાં તેની ગતિ અંદાજે 6 થી 9 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. બીજી તરફ કચ્છ, દરિયાકાંઠાના વિસ્તારો અને સુરત જેવા વિસ્તારોમાં પવનની તીવ્રતા થોડે વધુ અનુભવાય તેવી શક્યતા છે.

ADVERTISEMENT
આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આજે દિવસ દરમિયાન જ નહીં પરંતુ સાંજના સમયે પણ પવન અનુકૂળ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેથી સવારે લઇને સાંજ સુધી પતંગ ચગાવનારા શોખીનો માટે આ સમય ખૂબ જ ઉત્તમ બની શકે છે. આ સાથે તેમણે આગાહી કરી છે કે, આવતીકાલ એટલ એકે 15 જાન્યુઆરીના દિવસે વાસી ઉત્તરાયણે પવનની ગતિમાં થોડી વધઘટ જોવા મળી શકે છે, પરંતુ કુલ મળીને બે દિવસ પતંગ રસિકો માટે આનંદદાયક રહેશે.
ADVERTISEMENT
હવામાન વિભાગે શું કરી છે આગાહી ?
હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તરાયણના દિવસે પવન પૂરતો અનુકૂળ રહેશે, જેના કારણે પતંગ ઉડાવવી વધુ સરળ બનશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ લગભગ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આ ગતિ પતંગ ઉડાવવા માટે આદર્શ માનવામાં આવે છે. ખાસ કરીને ઉત્તર અને ઉત્તર-પૂર્વ ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાશે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ પવનની દિશા અનુકૂળ રહેવાની સંભાવના છે. આ વર્ષે પતંગ ઉડાવનારાઓને વધારે મહેનત કરવી નહીં પડે, કારણ કે પવન સતત અને સંતુલિત રહેશે. સવારથી બપોર સુધી પતંગ ચગાવવાનો આનંદ બમણો થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT