બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટમાં માતાજીના માંડવામાં 6 પશુઓની બલિ ચઢાવાઈ, બીમાર બાળકનું સાજું કરવા માનતા, 9 પશુઓ બચાવાયાં

ગુજરાત / રાજકોટમાં માતાજીના માંડવામાં 6 પશુઓની બલિ ચઢાવાઈ, બીમાર બાળકનું સાજું કરવા માનતા, 9 પશુઓ બચાવાયાં

Published By: Hiralal Parmar

Last Updated: 05:01 PM, 24 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં માતાજીના માંડવામાં 6 પશુઓની બલિ ચઢાવી દેવામાં આવતાં ચકચાર મચી હતી. જીવ દયા ટ્રસ્ટ દ્વારા રેડ પાડીને બીજા 9 પશુઓને બચાવી લેવાયા હતા.

આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા લોકોના મનમાં ઘર કરી ગઈ છે. રાજકોટમાં અંધશ્રદ્ધાનો એક એવો કાળજું કંપાવી દેનારો મામલો સામે આવ્યો છે જેને કારણે રાજ્યભરમાં ભય અને આઘતનું લખલખું વ્યાપી ગયું હતું. ચૌહાણ પરિવાર દ્વારા નવરંગ માંડવાનું આયોજન કરાયું હતુ.

વિહત માતાના માંડવામાં 6 બોકડાં વધેરાયા

શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક ચૌહાણ પરિવાર દ્વારા વિહત માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમની આડમાં 6 બોકડા(બકરો) વધેરી નાખવામાં આવ્યાં હતા.

જીવ દયા પ્રેમીઓએ રાતે 3 વાગ્યે રેડ પાડી

નવરંગ માંડવામાં પશુ બલિના સમાચાર મળતાં જીવ દયા પ્રેમીઓએ રેડ પાડી હતી. રાત્રે ત્રણ વાગ્યે જીવ દયા પ્રેમીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં છ જેટલા પશુઓની બલી ચડાવી દેવામાં આવી હતી. જ્યારે અન્ય નવ જેટલા પશુઓની બલિ ચડાવાની બાકી હતી. પરંતુ પોલીસ અને જીવદયા પ્રેમીઓની રેડ પડતા આયોજકો સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા.

બીમાર બાળકને સાજુ કરવા પશુબલિ

એક જીવ દયા પ્રેમીએ એવો આરોપ મૂક્યો હતો કે બીમાર બાળકને સાજુ કરવા માટે આયોજકો દ્વારા માનતા રાખવામાં આવી હતી.

વધુ વાંચો : ધર્મેન્દ્રના અવસાનના દિવસે ગુજરાત શોકગ્રસ્ત, બસ ખીણમાં ખાબકતાં 5 ગુજરાતીઓના મોત, મંદિરે ગયા હતા

શું બોલ્યાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ એવું કહ્યું કે આજના જમાનાની ખુબ જ દુઃખદ ઘટના કહેવાય. ઘોર કળયુગ ચાલી રહ્યો છે. શહેરમાં બે મહિનામા પશુ બલીની બીજી ઘટના ઘટી છે. બે મહિના પહેલા નવ પશુની બલી ચડાવાઇ હતી.

પશુબલી ચડાવવા અંગે ફરિયાદ નોંધાઈ

માતાજીના માંડવામાં પશુઓની બલીના મામલે થોરાળા પોલીસે ગુનો નોંધી શખ્સોની શોધખોળ શરૂ કરી. રેડ પડતાં જ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot rajkot sacrifice rajkot animal sacrifice

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ