બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આ ખતરનાક બિમારીએ મચાવ્યો કહેર, અત્યાર સુધીમાં સામે આવ્યા કુલ 225 કેસ

સાવધાન / આ ખતરનાક બિમારીએ મચાવ્યો કહેર, અત્યાર સુધીમાં સામે આવ્યા કુલ 225 કેસ

Last Updated: 06:57 AM, 9 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GPS) કહેર મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ બીમારીના કારણે 12 લોકોના મોત થઈ ચૂક્યા છે અને કુલ 225 કેસ સામે આવ્યા છે.

મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગે શનિવારે (8 માર્ચ) ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS) ના કેસોમાં વધારો થયો હોવાની જાણકારી આપી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમના કુલ 225 કેસ સામે આવ્યા છે. આમાંથી 197ની પુષ્ટિ થઈ ચૂકી છે અને 28 શંકાસ્પદ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ ગંભીર બીમારીને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12 મૃત્યુ થયા છે, જેમાંથી 6ની પુષ્ટિ થઈ છે અને 6 શંકાસ્પદ છે.

પુણેમાં સામે આવ્યા મોટાભાગના કેસ

GBS થી પ્રભાવિત દર્દીઓ મોટાભાગે પુણે અને આસપાસના વિસ્તારોના છે. કુલ ઓળખાયેલા દર્દીઓમાંથી, 46 પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (MC) ના છે જ્યારે 95 મહાનગરપાલિકા વિસ્તાર (PMC) સાથે જોડાયેલા નવા ગામોના છે. જ્યારે પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનના 33 દર્દીઓ, પુણે ગ્રામીણ વિસ્તારના 36 દર્દીઓ અને અન્ય જિલ્લાઓના 14 દર્દીઓનો આ યાદીમાં સામેલ છે.

197 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા મળી

આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે કુલ 197 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે 24 દર્દીઓની હાલત ગંભીર છે અને તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. 15 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ કેસ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન, નવા ઉમેરાયેલા ગામડાઓ, પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન, પુણે ગ્રામીણ અને અન્ય જિલ્લાઓ સહિત અનેક વિસ્તારોમાં ફેલાયેલા છે.

સાવધાની રાખીને GBS અટકાવી શકાય

રાજ્યના આરોગ્ય વિભાગે સલાહ આપી કે સામાન્ય સાવચેતી રાખીને GBS ને અમુક હદ સુધી અટકાવી શકાય છે. આરોગ્ય વિભાગ કહે છે કે વ્યક્તિએ ઉકાળેલું પાણી અથવા બોટલબંધ પાણી પીવું જોઈએ, ફળો અને શાકભાજી ખાતા પહેલા સારી રીતે ધોવા જોઈએ, ચિકન અને માંસને યોગ્ય રીતે રાંધવું જોઈએ અને કાચા અથવા ઓછા રાંધેલા ખોરાક ખાસ કરીને સલાડ, ઈંડા, કબાબ અથવા સીફૂડ ટાળવા જોઈએ.

શું છે આ બીમારીના લક્ષણો?

ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS) એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પેરિફેરલ નર્વ્સ પર એટેક કરી દે છે, જેના કારણે હાથ અને પગમાં નબળાઈ, અંગોમાં ઝણઝણાટી અને ગંભીર કિસ્સાઓમાં લકવો થઈ જાય છે. GBSને કારણે ગંભીર કિસ્સાઓમાં લકવો થવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. શ્વાસ લેવામાં તકલીફ ધરાવતા દર્દીઓને પણ ICU માં અથવા વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડે છે જેથી શરીરમાં ઓક્સિજનના પરિભ્રમણમાં કોઈ ઘટાડો ન થાય. આ ઉપરાંત, જો હાથ અને પગની આંગળીઓ, અંગૂઠા, પગની ઘૂંટીઓ અથવા કાંડામાં સોય વાગતી હોય એવું લાગે, શ્વાસ લેવામાં તકલીફ થાય, અથવા શરીરના કોઈપણ ભાગમાં અસામાન્ય નબળાઈ અનુભવાય, તો તેને બિલકુલ અવગણશો નહીં.

આ પણ વાંચો: બેલઘરિયામાં ટીએમસી નેતા પર ગોળીબાર, મિત્ર પણ ઘાયલ, બંનેની હાલત ગંભીર

દૂષિત ખોરાક અને પાણીથી બચો

ડોક્ટરના મતે, ઘણી જગ્યાએ દૂષિત પાણીમાં રહેલા બેક્ટેરિયાને કારણે આ રોગ થવાનું જોખમ જોવા મળ્યું છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને, દૂષિત ખોરાક અને પાણીનું સેવન ટાળવું જોઈએ. બહારનો ખોરાક ખાવા-પીવાનું ટાળો. જો ક્યાંક બહાર જઈ રહ્યા હોવ, તો ઘરેથી પાણીની બોટલ સાથે લઈ જાઓ. આ ઉપરાંત, સૌથી મહત્ત્વની વાત એ છે કે જો આ રોગ સંબંધિત કોઈ લક્ષણો દેખાય છે, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. આ રોગની સારવાર જેટલી જલ્દી થાય છે, દર્દીના સ્વસ્થ થવાની શક્યતા એટલી જ વધી જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GBS Cases in Maharashtra Maharashtra News National News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ