બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બેલઘરિયામાં ટીએમસી નેતા પર ગોળીબાર, મિત્ર પણ ઘાયલ, બંનેની હાલત ગંભીર

પશ્ચિમ બંગાળ / બેલઘરિયામાં ટીએમસી નેતા પર ગોળીબાર, મિત્ર પણ ઘાયલ, બંનેની હાલત ગંભીર

Last Updated: 06:50 AM, 9 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળમાં ટીએમસી નેતાને ગોળી મારવાની ઘટના સામે આવી છે. શનિવારે રાતે લગભગ 9 વાગે ભીડભાડવાળા રસ્તા પર ગોળીબાર થતા વિસ્તારના લોકોમાં ગભરાઈ ફેલાઈ ગયો.

પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના બેલઘરિયામાં શનિવારે રાત્રે લગભગ 9 વાગ્યે બે-ત્રણ બદમાશોએ તૃણમૂલ કોંગ્રેસના એક નેતાને ગોળી મારી દીધી. આ હુમલામાં તૃણમૂલ કોંગ્રેસના મજૂર સેલના નેતા વિકાસ સિંહ અને તેમના મિત્ર સંતુ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. આ ચોંકાવનારી ઘટના બેલઘરિયાના ઉત્તર વાસુદેવપુરમાં બની હોવાનું સામે આવ્યું છે. ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ટીએમસી નેતાને ઉત્તર 24 પરગણા જિલ્લાની સાગર દત્ત મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. રાત્રે 9 વાગ્યે ભીડભાડવાળા રસ્તા પર બનેલી આ ઘટનાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો.

માહિતી અનુસાર, બેલઘરિયાના વોર્ડ નંબર 29ના ઉત્તર વાસુદેવપુરમાં વિકાસ સિંહ એક ચાના સ્ટોલ પર બેસીને ચા પી રહ્યા હતા. આ દરમિયાન બે થી ત્રણ બદમાશો બાઇક પર આવ્યા અને વિકાસ પર ગોળીબાર કરી દીધો. એક પછી એક ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. ટીએમસી નેતા વિકાસને કમરમાં ગોળી વાગી છે. બીજી ગોળી તેની બાજુમાં બેઠેલા તેના મિત્ર સંતુના હાથ પર વાગી. આ પછી બદમાશોએ હવામાં ગોળીબાર કર્યો અને બાઇક પર ભાગી ગયા. હુમલા બાદ સ્થાનિક લોકો વિકાસ અને સંતુને સાગર દત્તા હોસ્પિટલમાં લઈ ગયા. બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અગાઉ પણ બની ચુકી છે આવી ઘટના

જોકે, રાજ્યમાં કોઈ નેતા પર જીવલેણ હુમલાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ પશ્ચિમ બંગાળમાં નેતાઓ પર હુમલા થઈ ચૂક્યા છે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ, ટીએમસી અને ભાજપ બંને રાજકીય પક્ષોના ઘણા નેતાઓ પર હુમલા થયા હતા. બંને પક્ષોના ઘણા કાર્યકરો પણ આ પ્રકારના હુમલાઓમાં માર્યા ગયા હતા.

આ પણ વાંચો: IMDનું એલર્ટ! 30 કિમીની ઝડપે ફૂંકાશે પવન, આ રાજ્યોમાં છ દિવસ ભારે વરસાદની ચેતવણી

ટીએમસી કાર્યકરની હત્યા

21 ફેબ્રુઆરીની રાત્રે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના એક કાર્યકરની કથિત રીતે માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે રાત્રે કાંકરતલા બસ સ્ટેન્ડ પાસે કેટલાક લોકોએ મોટરસાયકલ સવાર શેખ નિયામુલને રોક્યો અને તેને લાકડીઓ અને પથ્થરોથી માર માર્યો. ઘાયલ નિયામુલને તાત્કાલિક સિઉરી સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને પછી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું. નિયામુલના ભાઈ અને તૃણમૂલ કાર્યકર ઈનામુલ શેખે આરોપ લગાવ્યો હતો કે તેમના ભાઈની હત્યા પાર્ટીના એક હરીફ જૂથ દ્વારા કરવામાં આવી હતી જે "છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે કામ કરતો હતો".

જોકે, જિલ્લા તૃણમૂલ કોંગ્રેસે આ દાવાને નકારી કાઢ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા આતંક ફેલાવવા માટે ભાજપના સભ્યોએ નિયામુલની હત્યા કરી છે. આરોપોને નકારી કાઢતા, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ દાવો કર્યો હતો કે આ હત્યા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

West Bengal Shooting TMC leader shot National News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ