બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / નવરાત્રી પહેલાં મોટા ખુશખબર, 5 દિવસ બાદ આ ચીજવસ્તુઓ થઈ જશે એકદમ સસ્તી, નોટિફિકેશન આવ્યું
Last Updated: 10:13 AM, 18 September 2025
જો કેટલીક મહત્વની ચીજો તમે ખરીદવા માગતા હોય તો 5 દિવસ રોકાઈ જજો કારણ કે જીએસટી ઘટાડાને કારણે આ વસ્તુઓ 22 સપ્ટેમ્બરથી સસ્તી થઈ રહી છે. નવરાત્રિ પહેલા, કેન્દ્ર સરકારે જનતા માટે મહત્વપૂર્ણ સારા સમાચાર જાહેર કર્યા છે. નવા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દરો અંગે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નવા રેટ્સ 22 સપ્ટેમ્બરથી અમલામાં આવશે જેને કારણે ઘણી વસ્તુઓ સસ્તી બની જશે, વસ્તુઓ સસ્તી થવામાં હવે 5 દિવસનો સમય રહ્યો છે.
ADVERTISEMENT
નાણા મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડ્યું
GST કાઉન્સિલની બે દિવસીય બેઠક બાદ 3 સપ્ટેમ્બરના રોજ આ જાહેરાત કરવામાં આવી હતી, અને ત્યારબાદ નાણા મંત્રાલયે આ સૂચના જારી કરી છે.
ADVERTISEMENT
5 અને 18 ટકા ટેક્સ સ્લેબ હશે
ઉલ્લેખનીય છે કેન્દ્ર સરકારે 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાને બદલે ફક્ત બે સ્લેબ 5 અને 18 ટકા કરી નાખ્યો છે જેને કારણે કે ઘણી વસ્તુઓ 28 ટકા સ્લેબમાંથી 5માં ગઈ છે જેને કારણે તેના ભાવમાં ઘટાડો આવી ગયો છે.
ADVERTISEMENT
હાનિકારક અને લક્ઝરી વસ્તુઓ 40 ટકા સ્લેબમાં
સૌથી મોટો ફાયદો એ થશે કે મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ જે અગાઉ 28 ટકાના સ્લેબમાં આવતી હતી તેને 18 ટકાના સ્લેબમાં ખસેડવામાં આવી છે. દરમિયાન, ઘણી વસ્તુઓ અને સેવાઓ જે 12 ટકાના સ્લેબમાં હતી તેને હવે 5 ટકાના સ્લેબમાં ખસેડવામાં આવી છે. જો કે, હાનિકારક અને લક્ઝરી વસ્તુઓને 28 ટકાના સ્લેબમાંથી દૂર કરીને ખાસ 40 ટકાના સ્લેબમાં મૂકવામાં આવી છે.
ADVERTISEMENT
કઈ કઈ વસ્તુઓ સસ્તી
ADVERTISEMENT
5 દિવસ બાદ એટલે કે 22 સપ્ટેમ્બરથી આ નીચેની વસ્તુઓ સસ્તી થઈ જશે. UHT દૂધ, છેના પનીર, પિઝા બ્રેડ, રોટલી, પરાઠા હવે ઝીરો GST સ્લેબમાં મૂકવામાં આવ્યા છે અને તેના પર કોઈ GST લાગશે નહીં. આ ઉપરાંત, મોટી રાહત આપતા, વ્યક્તિગત વીમા પોલિસી પરનો GST નાબૂદ કરીને શૂન્ય કરવામાં આવ્યો છે. શૈક્ષણિક વસ્તુઓ, પેન્સિલ, કટર, ઇરેઝર અને નોટબુક પરથી 12% દૂર કરવામાં આવ્યો છે અને તેને કરમુક્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 33 જીવનરક્ષક દવાઓ પરનો GST પણ શૂન્ય કરવામાં આવ્યો છે. તે ઉપરાંત શેમ્પૂ, સાબુ, તેલ સહિત ઘરમાં વપરાતી રોજિંદા ઉપયોગની વસ્તુઓ, થર્મોમીટર અને ગ્લુકોમીટર, ચીઝ અને માખણ અને ખાતર સહિતની બીજી ચીજવસ્તુઓ સસ્તી થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.