બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Group clash over posting of post in Patan Balisana

પાટણ / સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા મામલે બાલીસણામાં મોડી રાત્રે ઘર્ષણ, પાઠ ભણાવવા પોલીસે આરોપીનું કાઢ્યું સરઘસ, જુઓ વીડિયો

Dinesh

Last Updated: 11:31 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણના બાલીસણામાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મામલે મનદુ:ખ થતાં બે જૂથ વચ્ચે રાત્રે ધીંગાણું થયું હતું, પોલીસે પણ હિંસા ફેલાવતા તત્વોને પાઠ ભણાવવા માટે તાત્કાલીક ધરપકડ કરી છે

  • પાટણમાં પોસ્ટ મૂકવા મામલે જૂથ અથડામણ
  • બાલીસણામાં મોડી રાત્રે મારામારી
  • 8 લોકોને પહોંચી ગંભીર ઈજા 


સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતાં વિવાદ થાય એવા અનેક મામલા અવારનવાર સામે આવતા હોય છે. આ વચ્ચે પાટણના બાલીસણામાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મામલે મનદુ:ખ થતાં બે જૂથ વચ્ચે રાત્રે ધીંગાણું થયું હતું. લોખંડની પાઈપ, ધારિયા સહિતનાં હથિયારો તેમજ પથ્થરો વડે સામસામે મારામારી થતાં તંગદિલીભર્યો માહોલ ઊભો થયો હતો. 

પાઠ ભણાવવા આરોપીનું કાઢ્યું સરઘસ 
એકબીજા પર ધોકા, લાકડી વડે હુમલો કરતાં 8 લોકોને ઈજા પહોંચી હતી, જેના CCTV પણ સામે આવ્યાં છે. જેમાં સ્પષ્ટ રીતે થયેલી મારામારી જોઈ શકાય છે. જોકે આ જૂથ અથડામણ બાદ બંને જૂથ દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. તો પોલીસે પણ હિંસા ફેલાવતા તત્વોને પાઠ ભણાવવા માટે તાત્કાલીક ધરપકડ કરી છે અને આજે તમામનું સરઘસ પણ કાઢ્યું હતું. જેથી કરીને આવા તત્વો કાયદો હાથમાં લેતા પહેલા 100 વખત વિચારવા મજબૂર બને. 

પોલીસે રાતોરાત આરોપીઓને ઝડપ્યા 
બે જૂથો વચ્ચે થયેલી અથડામણને લઈ ગામમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. અનિચ્છનીય બનાવ ન બને એ માટે જિલ્લા પોલીસનો કાફલો ગામમાં ખડકાઈ ગયો હતો. ઘટના મામલે પોલીસે બંને જૂથની ફરિયાદ લઈ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ હિંસા ભડકાવવા મુદ્દે પણ તપાસ હાથ ધરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ