બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લીંબડી નજીક ઊટડી ગામે કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન આવતીકાલે

સુરેન્દ્રનગર / લીંબડી નજીક ઊટડી ગામે કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન આવતીકાલે

Published By: Vishal Khamar

Last Updated: 08:56 PM, 14 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના લીંબડીના ઊટડી ગામે કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાશે. આ સંમેલનમાં મહામંડલેશ્વર ઋષિભારતીજી મહારાજ મુખ્ય ઉપસ્થિતિ આપશે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઊટડી ગામે આવતીકાલે તા. 15 માર્ચે કોળી ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાનાર છે. બપોરે 4 વાગ્યે શરૂ થનારા આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, યુવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ મહાસંમેલનનું મુખ્ય વિષય “સમય બદલાયો છે, હવે બદલાશે સમાજ” રાખવામાં આવ્યો છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા, શિક્ષણ અને સર્વાંગી વિકાસ અંગે જાગૃતિ લાવવાનો છે. સમાજના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા તથા માર્ગદર્શન આપવામાં આવશે.

કાર્યક્રમમાં મહામંડલેશ્વર ઋષિભારતીજી મહારાજ વિશેષ ઉપસ્થિતિ આપી સમાજજનોને આશીર્વચન તથા માર્ગદર્શન આપશે. તેમની ઉપસ્થિતિને લઇને સમાજમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત લોક ગાયિકા રિકલબેન મકવાણા દ્વારા સંતવાણીનો કાર્યક્રમ પણ યોજાશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે.

આ પણ વાંચોઃ મહેસાણાના રાજપુર ગામમાં શ્વાનનો આતંક, રાહદારી પર હુમલાની ઘટના CCTVમાં કેદ

આ મહાસંમેલનને સફળ બનાવવા યુવા કોળી સમાજ તથા આયોજક મંડળ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આયોજકો દ્વારા સમાજના ભાઈઓ અને બહેનોને મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar Surendranagar News Limbdi

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ