બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણાના રાજપુર ગામમાં શ્વાનનો આતંક, રાહદારી પર હુમલાની ઘટના CCTVમાં કેદ
Last Updated: 07:55 PM, 14 March 2026
મહેસાણા જિલ્લાના રાજપુર ગામમાં શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. ગામમાં એક રાહદારી પર શ્વાને અચાનક હુમલો કરતા હડકંપ મચી ગયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ રાહદારી રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો. શ્વાનના હુમલાથી રાહદારીને ઈજા પહોંચી હતી અને તે જમીન પર પડી ગયો હતો.

ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને શ્વાનથી બચાવી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ ઇજાગ્રસ્તની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં બટાકાના ભાવમાં ભારે ઘટાડો થતા ખેડૂતોમાં રોષ, રાહત પેકેજની માંગ
ADVERTISEMENT
આ ઘટનાને લઈને ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે ગામમાં વધતા શ્વાનોના આતંકથી લોકોને રાહત આપવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.