બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યમાં બટાકાના ભાવમાં ભારે ઘટાડો થતા ખેડૂતોમાં રોષ, રાહત પેકેજની માંગ

સંકટ / રાજ્યમાં બટાકાના ભાવમાં ભારે ઘટાડો થતા ખેડૂતોમાં રોષ, રાહત પેકેજની માંગ

Published By: Vishal Khamar

Last Updated: 07:26 PM, 14 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં બટાકા પકવતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. બટાકાના ભાવ તળિયે જતા ખેડૂતો પર આર્થિક સંકટ આવ્યું છે. ખેડૂતોએ સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી છે.

રાજ્યમાં આ વર્ષે બટાકાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બજારમાં બટાકાના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ બટાકાના ભાવમાં 60 ટકાથી વધુનો તોતિંગ ઘટાડો થયો છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ પણ મળતો નથી અને ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

ગત વર્ષે બટાકાના ભાવ પ્રતિ મણે 250 થી 450 રૂપિયા સુધી મળતા હતા, જ્યારે ચાલુ વર્ષે એ જ બટાકા માટે ખેડૂતોને માત્ર 80 થી 150 રૂપિયા પ્રતિ મણ જેટલો જ ભાવ મળી રહ્યો છે. ભાવમાં આટલો મોટો ઘટાડો થતા ખેડૂતો માટે બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે.

ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના બટાકા ઉગાડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ઉપરાંત અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પણ ભાવ ઘટાડાથી ભારે પરેશાન થયા છે.

બજારમાં બટાકાનું ઉત્પાદન વધુ હોવાથી વેચાણમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. ઘણા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા બટાકા વેચવામાં મુશ્કેલી પડી રહી છે, જેના કારણે તેમના માથા પર આર્થિક સંકટ ઊભું થયું છે.

આ પણ વાંચોઃ કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો તારીખ નોંધી લે

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બટાકાનું વાવેતર કરતા ખેડૂતો રાજ્ય સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર તાત્કાલિક સહાય જાહેર કરે જેથી તેમને આર્થિક નુકસાનમાંથી થોડી રાહત મળી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Potatoes Potato prices Farmers

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ