બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો તારીખ નોંધી લે
Last Updated: 06:35 PM, 14 March 2026
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતો અને નાગરિકોમાં ચિંતા વધી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 18થી 20 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અસ્થિરતા સર્જાઈ છે, જેના કારણે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.

ADVERTISEMENT
18 માર્ચે કચ્છ, દ્વારકા અને મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 19 માર્ચે સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સાથે 20 માર્ચે ગીર સોમનાથ, દીવ, અરવલ્લી અને દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજ્યની 9 રેન્જમાં ફેરફાર, જુઓ શું-શું ચેન્જીસ કરવામાં આવ્યા?
ADVERTISEMENT
રાજ્યમાં વધતી ગરમી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા લોકો માટે થોડો રાહતકારક બની શકે છે. પરંતુ સાથે સાથે ખેડૂતો માટે ચિંતાનું કારણ પણ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.