બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યની 9 રેન્જમાં ફેરફાર, જુઓ શું-શું ચેન્જીસ કરવામાં આવ્યા?
Last Updated: 05:35 PM, 14 March 2026
રાજ્યમાં સાયબર ક્રાઈમના ગુનાઓને ડામવા માટે તેમજ તેની તપાસ વધુ ઝડપી બને તેવા હેતુથી પોલીસ તંત્ર દ્વારા વહીવટીય ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ મહાનિરીક્ષક (વહીવટી) ગગનદીપ ગંભીર દ્વારા મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. વિવિધ રેન્જ હસ્તકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું સુપરવિઝન હવે જે તે જિલ્લાના પોલીસ અધિક્ષકને સોંપવામાં આવ્યો છે. જેથી સાયબરના ગુનાઓની તપાસ વધુ અસરકારક બની શકે.
ADVERTISEMENT

રાજ્ય સરકારના ગૃહ વિભાગે ગત 14 મે, 2025ના રોજ જાહેરનામું ક્રમાંક GG/74/PST/102020/ 307/C બહાર પાડીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 2ની પેટા-કલમ (1) ના ખંડ (u) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્યપાલના આદેશથી ડેપ્યુટી સેક્રેટરી અનિતા ઝુલા દ્વારા આ સૂચનાઓ જારી કરવામાં આવી હતી. આ જાહેરનામા અનુસાર રાજ્યના નિર્દિષ્ટ જિલ્લાઓમાં પોલીસ અધિક્ષકોની કચેરીઓને તેમના કાર્યક્ષેત્ર માટે ‘સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન’ તરીકે જાહેર કરવામાં આવી છે, જેથી વધતા સાયબર ગુનાઓને અસરકારક રીતે રોકી શકાય અને પીડિતોને ઝડપી ન્યાય અને સહાય મળી રહે. આ પગલાંથી સાયબર ગુનાઓ સામે કાયદો અમલવારી વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

કયા રેન્જ અને કયા પોલીસ અધિક્ષકોને જવાબદારી મળી
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગેસની અછત વચ્ચે ગુજરાતમાં કાળા બજારીનો પર્દાફાશ, 30 સિલિન્ડર જપ્ત
પોલીસ મહાનિરીક્ષક ગગનદીપ ગંભીરના હુકમમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સુપરવિઝનની કામગીરી સંબંધિત જે તે જિલ્લાના પોલીસ અધિક્ષકોને સોંપવાની રહેશે. તેમજ આ બાબતની જાણ મુખ્ય કચેરીને કરવાની રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.