બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગેસની અછત વચ્ચે ગુજરાતમાં કાળા બજારીનો પર્દાફાશ, 30 સિલિન્ડર જપ્ત

કાર્યવાહી / ગેસની અછત વચ્ચે ગુજરાતમાં કાળા બજારીનો પર્દાફાશ, 30 સિલિન્ડર જપ્ત

Published By: Vishal Khamar

Last Updated: 04:18 PM, 14 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કાળાબજારીનો પર્દાફાશ થયો છે. હરણી એરપોર્ટ રોડ પરના રહેણાક મકાનમાંથી કોમર્શિયલ અને ઘરેલું ગેસના 30 સિલિન્ડર જપ્ત કર્યા હતા.

વડોદરા શહેરમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કાળાબજારી ચાલી રહી હોવાની શંકા વચ્ચે SOG પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. હરણી એરપોર્ટ રોડ વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે ગેસ સિલિન્ડરની કાળાબજારીનું કૌભાંડ બહાર પાડ્યું છે.

કોમર્શિયલ અને ઘરેલુ ગેસના 30 સિલિન્ડર જપ્ત કર્યા

મળતી માહિતી મુજબ, પોલીસે દરોડા દરમિયાન મકાનમાંથી ઘરેલુ તેમજ કોમર્શિયલ મળીને કુલ 30 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે શડુલ ભરવાડ નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરની કાળાબજારી ચલાવી રહ્યો હતો.

પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી

SOG ટીમે સ્થળ પરથી તમામ સિલિન્ડર કબ્જે કરીને આરોપી શડુલ ભરવાડની અટકાયત કરી છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ પૂછપરછ શરૂ કરી છે અને ગેસ સિલિન્ડર ક્યાંથી લાવવામાં આવતા હતા તેમજ અન્ય કોઈ લોકો આ રેકેટ સાથે સંકળાયેલા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં LPG ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવા સરકાર સજ્જ, દરેક ઘરમાં સિલિન્ડર પહોંચાડવા કટિબદ્ધ

આગળ પણ કાર્યવાહી ચાલુ રહેશે

પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં ગેસ સિલિન્ડરની અછતનો લાભ લઈ કેટલાક લોકો ગેરકાયદેસર રીતે સિલિન્ડર સંગ્રહ કરીને ઊંચા ભાવે વેચતા હોવાની આશંકા છે. આ મામલે આગળ પણ કાર્યવાહી ચાલુ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Vadodara news gas cylinder shortage

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ