બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, દરેકને સિલિન્ડર મળે તેવું આયોજન
Last Updated: 04:16 PM, 14 March 2026
રાજ્યના દરેક નાગરિકને સમયસર LPG સિલિન્ડર ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યાપક સ્તરે મોનિટરીંગ અને સમીક્ષા કરવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સ્તરે ગેસ પુરવઠાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
ADVERTISEMENT

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ગેસ સપ્લાય વ્યવસ્થાની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ગેસ પુરવઠામાં કોઈ ખોટ ન પડે તે માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે. સરકારે મહત્વપૂર્ણ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને CNG જેવા આવશ્યક ક્ષેત્રોને પ્રાથમિકતા-1 તરીકે વર્ગીકૃત કર્યા છે, જેથી જરૂરી સેવાઓમાં ગેસ સપ્લાયમાં વિક્ષેપ ન થાય.
ADVERTISEMENT

ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગેસ સપ્લાયની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં ઘરેલુ વપરાશ માટે પૂરતો ગેસ જથ્થો ઉપલબ્ધ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.બેઠક દરમિયાન PNG નેટવર્ક ધરાવતા વિસ્તારોમાં હોટેલ, રેસ્ટોરન્ટ તથા અન્ય સંસ્થાઓને તાત્કાલિક ધોરણે ગેસ કનેક્શન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી વ્યાપારિક ક્ષેત્રને પણ રાહત મળશે અને ગેસ વિતરણ વધુ સુવ્યવસ્થિત બનશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આધેડે ઠપકો આપ્યો તો કાર ચાલક બોનેટ પર લટકાવીને ફર્યો, Video વાયરલ થતા જનતા ભડકી
મુખ્યમંત્રીએ અધિકારીઓને ગેસ સપ્લાયમાં કોઈ પણ પ્રકારની અડચણ ઉભી ન થાય તે માટે ત્વરિત અને અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. સરકાર રાજ્યના દરેક ઘરમાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ રહે તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.