બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આધેડે ઠપકો આપ્યો તો કાર ચાલક બોનેટ પર લટકાવીને ફર્યો, Video વાયરલ થતા જનતા ભડકી

VIDEO / આધેડે ઠપકો આપ્યો તો કાર ચાલક બોનેટ પર લટકાવીને ફર્યો, Video વાયરલ થતા જનતા ભડકી

Published By: Vishal Khamar

Last Updated: 03:57 PM, 14 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આધેડ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. પોલીસે કારના નંબરના આધારે કાર ચાલકની તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં કાર ચાલકે અકસ્માત સર્જાયો હતો. જે બાદ અકસ્માત સર્જનાર કાર ચાલકને એક વૃદ્ધ સમજાવવા જતા કાર ચાલકે વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર દોડાવી હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં વૃદ્ધ કાર ચાલકને કહે છે કે હું કેસ કરવાનો નથી. તેમ છતાં કાર ચાલક પોતાની કાર ઉભી રાખવાની જગ્યાએ પુરપાટ દોડાવતો વીડિયોમાં જોઈ શકાય છે. આ મામલે હજુ વૃદ્ધે પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાવી નથી. પરંતું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોના આધારે પોલીસે કાર ચાલકની તપાસ શરૂ કરી છે.

કાર ચાલકે કાર ઉભી રાખવાની જગ્યાએ પુરપાટ દોડાવી

મળતી માહિતી મુજબ નિકોલમાં ખોડિયાર મંદિર પાસે તા. 13 માર્ચે રાત્રીના સમયે 10.30 વાગ્યાના સમયગાળા દરમ્યાન જીજે 13 CB 2908 નંબરની i-10 કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જ્યા બાગ એક વૃદ્ધ વ્યક્તિ કાર ચાલકને સમજાવવા ગયા હતા. તે દરમ્યાન કાર ચાલકે વૃદ્ધ ઉપર ગાડી ચડાવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી વૃદ્ધ કારના બોનેટ પર ચડી ગયા હતા. જે બાદ વૃદ્ધ દ્વારા કાર ચાલકને કાર ઉભી રાખવાનું કહેતા કાર ચાલકે કાર પુરપાટ દોડાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ શહેરમાં વધુ એક આગની ઘટના, આગ વધુ પ્રસરતા રહીશોમાં નાસભાગ

પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોના આધારે પોલીસ દ્વારા કાર ચાલકની તપાસ શરૂ કરી છે. તેમજ આ બાબતે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ. વાઘેલાએ જણાવ્યું હતું કે, હાલ પોલીસ મથકે કોઈ પણ વ્યક્તિએ ફરિયાદ નોંધાવી નથી. પરંતું ઘટનાની ગંભીરતા જોતા પોલીસે કારના નંબરના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ કાર ચાલકની તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad Police Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ