બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ શહેરમાં વધુ એક આગની ઘટના, આગ વધુ પ્રસરતા રહીશોમાં નાસભાગ
Last Updated: 02:33 PM, 14 March 2026
અમદાવાદ શહેરમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. નિકોલ વિસ્તારમાં આવેલ અટલ એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી જતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી.
ADVERTISEMENT

એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી અનુસાર એપાર્ટમેન્ટમાં આવેલા એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ ઝડપથી ફેલાતી જતા રહેવાસીઓમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. રહેવાસીઓ તરત જ બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી.
આગ ન કારણે પાર્કિંગ માં પડેલ કાર પણ સળગી
ADVERTISEMENT
આગ ધીરે ધીરે પાર્કિંગ સુધી પહોંચી જતા ત્યાં પાર્ક કરેલી એક કાર પણ આગની ઝપેટમાં આવી હતી અને તેને નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડના જવાનોની મહેનત બાદ આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગ લાગવાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં થોડા સમય અગાઉ સાયન્સ સિટી નજીક આવેલા એક કાર શોરૂમના પાર્કિંગમાં બુધવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પાર્કિંગ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ પાર્કિંગમાં ઉભેલી કારોમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે કારો ભડભડ સળગી ઉઠી હતી. આગ એટલી પ્રચંડ હતી કે થોડા જ સમયમાં પાર્કિંગમાં ઉભેલી 10થી વધુ કાર બળી ને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને કારણે આસપાસ ધુમાડાના ગોટા દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT

આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સમયસર કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.
આ પણ વાંચોઃ વિધાનસભામાં ઉઠ્યો બાળકોના કુપોષણનો સવાલ, તો માહિતીમાં થયા ચોંકાવનારા ખુલાસા
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થયાની માહિતી સામે આવી નથી. જોકે આગના કારણે કારોને ભારે નુકસાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ફાયર વિભાગ અને સંબંધિત અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.