Wednesday, November 20, 2019

Exclusive / GPSC ના ચેરમેન દિનેશ દાસા એ VTV સાથે કરી ખાસ વાતચીત, જુઓ શું કહ્યું ?

તાજેતરમાં ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેને લઇને હવે નવી તારીખો જાહેર કરવામાં આવી છે. ત્યારે GPSC દ્વારા અત્યાર સુધી અનેક પરીક્ષાઓ લેવામાં આવી છે. જોકે આજ સુધીમાં કોઈ જ ક્ષતિ રહી નથી. આ મામલે GPSCના ચેરમેન દિનેશ દાસાએ VTV સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં દિનેશ દાસાએ જણાવ્યું કે પરીક્ષાની તારીખ પોસ્ટપોન્ડ થવી એ વહીવટી પ્રક્રીયા છે, પણ GPSCમાં અમે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીએ છીએ. જેથી આવી કોઈ ખામીઓ સર્જાતી નથી. એટલું જ નહીં GPSCમાં પરીક્ષા માટે વિદ્યાર્થીઓને વાર્ષિક કેલેન્ડર જ આપી દેવામાં આવતું હોય છે. આ સાથે જ પરીક્ષા બાદ ઈન્ટરવ્યૂં સમયે પણ ઉમેદવારોની ઓળખ છૂપાવવા માટે કોડ આપવામાં આવે છે. જેથી કોઈ જ પ્રકારની ક્ષતિઓ ન થાય.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ