ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / HDMIનું સ્થાન લઈ શકશે GPMI? એક જ કેબલથી ઓડિયો, વીડિયો, ડેટા, નેટવર્ક અને પાવર ટ્રાન્સફર; જાણો બંને વચ્ચેનો તફાવત

photo-story

8 ફોટો ગેલેરી

ટેક / HDMIનું સ્થાન લઈ શકશે GPMI? એક જ કેબલથી ઓડિયો, વીડિયો, ડેટા, નેટવર્ક અને પાવર ટ્રાન્સફર; જાણો બંને વચ્ચેનો તફાવત

Last Updated: 05:29 PM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એક જ કેબલથી ઓડિયો, વીડિયો, ડેટા, નેટવર્ક અને પાવર ટ્રાન્સફર કરી શકતું નવું GPMI કેબલ લોન્ચ કરવામાં આવ્યું છે.

1/8

photoStories-logo

1. HDMIનું સ્થાન લઈ શકશે GPMI? એક જ કેબલથી ઓડિયો, વીડિયો, ડેટા, નેટવર્ક અને પાવર ટ્રાન્સફર; જાણો બંને વચ્ચેનો તફાવત

જ્યારે પણ આપણે TV, મોનિટર, લેપટોપ અથવા ગેમિંગ કન્સોલને કનેક્ટ કરવાનું વિચારીએ છીએ, ત્યારે સૌથી પહેલા HDMI કેબલ યાદ આવે છે. લાંબા સમયથી ઓડિયો અને વિડિયો ટ્રાન્સફર કરવા માટે તેનો એકચક્રીય ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ હવે કેબલ ટેક્નોલોજીના વિશ્વમાં એક નવું નામ તેજીથી ચર્ચામાં છે – GPMI એટલે કે General Purpose Media Interface.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ઓલ-ઇન-વન કેબલ તૈયાર

50 થી વધુ ચીની ટેક કંપનીઓએ ભેગા મળીને આ નવું ઓલ-ઇન-વન કેબલ તૈયાર કર્યું છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર ઓડિયો-વિડિયો પૂરતું સીમિત નથી. GPMI ના માધ્યમથી એક જ કેબલ દ્વારા વિડિયો, ઓડિયો, ડેટા, નેટવર્ક, કંટ્રોલ સિગ્નલ અને પાવર પણ ટ્રાન્સફર કરી શકાય છે. એટલે કે, અલગ-અલગ કામ માટે કેબલના ગૂંચવણભર્યા જાળામાંથી મુક્તિ મળશે. તો સવાલ એ છે કે શું GPMI આવનારા સમયમાં HDMI ની જગ્યા લઈ લેશે? ચાલો તેને સરળ ભાષામાં સમજીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. Type-C

આમાં USB-C જેવું કનેક્ટર જોવા મળે છે. આ કેબલ 96Gbps સુધીની બેન્ડવિડ્થ અને 240W સુધીની પાવર ડિલિવરીનો સપોર્ટ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. Type-B

આ ફોર્મેટમાં અલગ પ્રકારનું કનેક્ટર આપવામાં આવ્યું છે, જે ખરા અર્થમાં ગેમ-ચેન્જર છે. તેની બેન્ડવિડ્થ 192Gbps સુધી છે અને તે 480W સુધીનો હેવી પાવર સપોર્ટ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. GPMI અને HDMI વચ્ચે મુખ્ય તફાવત શું છે?

GPMI ની સૌથી મોટી તાકાત તેની 'ઓલ-ઇન-વન' ડિઝાઇન છે. મોટા AV (ઓડિયો-વિડિયો) સેટઅપમાં પાવર, નેટવર્ક અને વિડિયો માટે અલગ કેબલ લગાવવા પડે છે, પરંતુ GPMI એક જ કનેક્શનથી તમામ સિગ્નલ હેન્ડલ કરે છે. 8K ડિસ્પ્લે, ડિજિટલ સાઇનેજ, કોન્ફરન્સ રૂમ અને હાઈ-એન્ડ ગેમિંગ માટે આ ટેક્નોલોજી વરદાન સાબિત થઈ શકે છે. બીજી તરફ, HDMI એ હાલમાં દરેક ઘર અને ઓફિસની જરૂરિયાત બની ગયું છે અને તે મુખ્યત્વે ઓડિયો-વિડિયો સિગ્નલ માટે જ વપરાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. પિક્ચર ક્વોલિટીમાં કોણ છે ચડિયાતું?

જો આંકડાઓની વાત કરીએ તો GPMI ના Type-B ફોર્મેટમાં 192Gbps સુધીની બેન્ડવિડ્થ મળે છે, જ્યારે HDMI 2.2 ની મહત્તમ બેન્ડવિડ્થ 96Gbps છે. પરંતુ, વધારે બેન્ડવિડ્થ હોવાનો અર્થ એ નથી કે સ્ક્રીન પર પિક્ચર ક્વોલિટી આપોઆપ શ્રેષ્ઠ થઈ જશે. પિક્ચર ક્વોલિટી તમારા ડિસ્પ્લે, સોર્સ ડિવાઇસ અને કન્ટેન્ટ પર આધારિત હોય છે. અહીં એ સમજવું પણ જરૂરી છે કે GPMI માં 8K વિડિયો સપોર્ટનો દાવો છે, જ્યારે અત્યાધુનિક HDMI 2.1 અને DisplayPort 2.1 માટે 10K અને 16K રિઝોલ્યુશન સુધીના આઉટપુટનો પણ ઉલ્લેખ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. શું GPMI દ્વારા HDMI નો યુગ પૂરો થશે?

GPMI ના સ્પેસિફિકેશન્સ ભલે પાવરફુલ હોય, પરંતુ તેની સામે સૌથી મોટો પડકાર 'એડોપ્શન' એટલે કે ડિવાઇસ સપોર્ટનો છે. HDMI આજે વિશ્વના કરોડો ટીવી, કન્સોલ અને મોનિટરમાં ઇન-બિલ્ટ આવે છે. GPMI નો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને એવા નવા હાર્ડવેરની જરૂર પડશે જે આ ટેક્નોલોજીને સપોર્ટ કરતા હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. GPMI સંપૂર્ણપણે HDMI નું સ્થાન લઈ લેશે

સૌથી મોટી ખામી એ છે કે GPMI જૂના HDMI કે DisplayPort સાથે સીધી બેકવર્ડ કમ્પેટિબિલિટી ધરાવતું નથી. મતલબ કે તમે તમારા જૂના ટીવીમાં માત્ર કેબલ બદલીને GPMI નો ઉપયોગ નહીં કરી શકો. તેથી જ, એક જ કેબલથી 5 કામ થતા હોવા છતાં, હાલના તબક્કે એવું કહેવું ઉતાવળિયું ગણાશે કે GPMI સંપૂર્ણપણે HDMI નું સ્થાન લઈ લેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TechNews HDMI GPMI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ