બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / બિઝનેસ / govt extend pm garib kalyan anna yojana for free ration

ખુશખબર / PM મોદીનું મોટું એલાન: ગરીબો માટેની સૌથી મોટી યોજનાની સમયમર્યાદા લંબાવાઈ, કોરોનાકાળમાં કરી હતી જાહેરાત

Kavan

Last Updated: 07:20 PM, 11 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશન વિતરણને હોળી સુધી આગળ ધપાવવાનો મોદી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

  • મોદી સરકારનું મોટું એલાન
  • ગરીબ કલ્યાણ અન્ન યોજના માર્ચ 2022 સુધી લંબાવી
  • કોરોના કાળમાં શરૂ કરાઈ હતી યોજના

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા શનિવારે આ માહિતી જાહેર કરતા જણાવાયું કે, આ કોરોના કાળમાં આપણે સંપૂર્ણ ઈમાનદારી સાથે પ્રયાસ કર્યો કે, કોઈ ગરીબ ભૂખ્યો ન સૂવે. માટે PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશન અભિયાનને આગામી હોળી સુધી આગળ ધપાવવાનો નિર્ણય કરાયો છે. 

માર્ચ 2022 સુધી મફતમાં મળશે અનાજ 

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગત 24 નવેમ્બરે યોજાયેલી કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી કલ્યાણ અન્ન યોજના એટલે કે PMGKAY ને આગામી માર્ચ 2022 સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે, જેના હેઠળ આ લાભાર્થીઓને માર્ચ 2022 સુધી મફતમાં અનાજ મળશે. 

સબસિડી વાળા અનાજ સિવાય મળે છે મફત અનાજ 

PMGKAY હેઠળ, 80 કરોડથી વધુ લોકોને દર મહિને 5 કિલો ઘઉં/ચોખા અને દરેક પરિવારને 1 કિલો મફત આખા ચણા આપવામાં આવે છે. PMGKAY હેઠળ, સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ 80 કરોડ રેશન કાર્ડધારકોને મફત રાશન સપ્લાય કરે છે. તેમને રાશનની દુકાનો દ્વારા સબસિડીવાળા અનાજ ઉપરાંત મફત રાશન આપવામાં આવે છે.

PMGKAY ની જાહેરાત કોરોનાથી ઉત્પન્ન થયે સંકટને દૂર કરવા માટે કરવામાં આવી હતી

PMGKAY માર્ચ 2020 માં COVID-19 ના કારણે સર્જાયેલ સંકટનો સામનો કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી. શરૂઆતમાં, આ યોજના એપ્રિલ-જૂન 2020 થી ત્રણ મહિનાના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં સંકટ થયાવત રહેતાં તેને વધુ પાંચ મહિના (જુલાઈ-નવેમ્બર 2020) માટે લંબાવવામાં આવી હતી.

માર્ચ 2022 સુધી લંબાવાઈ યોજના 

કોરોના મહામારીની બીજી લહેરની શરૂઆત થતાં PMGKAYને ફરીએકવાર બે મહિના માટે (મે-જૂન 2021) સુધી લાગૂ કરવામાં આવી અને ત્યારબાદ પાંચ મહિના (જુલાઈ-નવેમ્બર 2021) સુધી લંબાવવામાં આવી છે. ત્યારે હવે ફરી એકવાર આ યોજના માર્ચ 2022 સુધી લંબાવવાનો મોદી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નંબર પર કરી શકાશે ફરિયાદ

જો કોઈ કાર્ડધારકને ફ્રીમાં અનાજ લેવામાં તકલીફ પડી રહી છે તો તેની ફરિયાદ સંબંધિત જિલ્લા ખાદ્ય અને પૂર્તિ નિયંત્રક કાર્યાલયમાં કે પછી રાજ્ય ઉપભોક્તા સહાય કેન્દ્ર પર કરી શકાય છે. આ માટે સરકારે ટોલ ફ્રી નંબર 1800-180-2087, 1800-212-5512 અને 1967 જાહેર કર્યો છે. ગ્રાહક પોતાની ફરિયાદ આ નંબરો પર નોંધાવી શકે છે. અનેક રાજ્ય સરકારોએ અલગથી પણ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.

આ નિયમોના આધારે મળી શકશે અનાજ

આ યોજનાનો લાભ એ લોકોને પણ આપવામાં આવશે જેમની પાસે રાશન કાર્ડ નથી. જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને આ યોજનાનો લાભ લેવા માટે આધારકાર્ડ સાથે રાખવું જરૂરી છે. આ યોજનામાં ગુલાબી, પીળા અને ખાખી રાશનકાર્ડ ધારકોને 5 કિલો પ્રતિ વ્યક્તિ ઘઉં કે ચોખા અને 1 કિલો દાળ પ્રતિ પરિવાર ફ્રીમાં આપવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ