ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / government-transfers-86-police-personnel-including-65-from-mumbai-police-crime-branch-in-maharashtra

કાર્યવાહી / મનસુખ હત્યા કેસની તપાસ વચ્ચે મુંબઈ ક્રાઇમબ્રાન્ચમાં મોટા પાયે બદલીઓ કરાઇ

Published By: Nirav

Last Updated: 11:59 PM, 23 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં મોટી ફેરબદલ કરવામાં આવી છે, સરકારે 65 અધિકારીઓની બદલી કરી છે. મુંબઈ પોલીસના એપીઆઈ રિયાઝ કાઝીને આર્મર્ડ ફોર્સમાં મોકલવામાં આવ્યા છે.

ADVERTISEMENT

  • મનસુખ હિરેન હત્યા કેસની તપાસ ચાલી રહી છે 
  • NIA અને મહારાષ્ટ્ર ATS આ મામલે કરી રહી છે તપાસ 
  • મહારાષ્ટ્ર સરકાર દ્વારા એકીસાથે 86 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે

મહારાષ્ટ્ર સરકારે આજે મોટા રિશફલિંગમાં 86 પોલીસ અધિકારીઓની બદલી કરી છે. નોંધનીય છે કે આ 86 માંથી 65 મુંબઇ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ છે. મુંબઈ પોલીસ (સીઆઈયુ) ના એપીઆઈ રિયાઝ કાઝીને આર્મર્ડ ફોર્સમાં બદલી કરવામાં આવી છે.

ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે સરકારની દાનત પર સાધ્યું નિશાન 

મહારાષ્ટ્ર સરકારે આ બદલી એવા સમયે કરી છે જ્યારે એન્ટિલિયા કેસની તપાસને લઈને અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. એટલું જ નહીં, રાજ્યમાં વિપક્ષી પાર્ટી ભાજપે સરકાર પર ટ્રાન્સફર પોસ્ટિંગમાં પણ ગરબડ કરવાનો આરોપ લગાવ્યો છે. આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે ઉદ્ધવ સરકારે પોલીસ બદલીઓ અને પોસ્ટિંગમાં 'મોટા ભ્રષ્ટાચાર' અંગે ગુપ્તચર વિભાગના અહેવાલ પર કાર્યવાહી કરી નથી. તેમનો દાવો છે કે ગુપ્તચર વિભાગે આ અહેવાલ કોલ રેકોર્ડિંગના આધારે આપ્યો હતો.

આટલું જ નહીં, વધુમાં દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે તત્કાલીન ઇન્ટેલિજન્સ કમિશનર રશ્મિ શુક્લા દ્વારા ફોન કોલ્સ પરવાનગી સાથે રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને કોલ પર તેમની પાસેની વાતચીતનો '6.3 જીબી ડેટા' હતો જેમાં ઘણા મુખ્ય પોલીસ અધિકારીઓના નામોની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. મહત્વનું છે કે આ જ મામલે તેમણે કેન્દ્રીય ગૃહ સચિવ સાથે પણ આજે મુલાકાત કરી હતી અને તેમને મળીને CBI તપાસની માંગણી કરી હતી, જો કે શિવસેના નેતા સંજય રાઉત દ્વારા આ મામલે નિવેદન કરવામાં આવ્યું હતું કે અમારી સરકાર સ્પષ્ટ બહુમતી ધરાવે છે, માટે કોઈ પણ અમારો વાળ પણ વાંકો નહિ કરી શકે.

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Mansukh Hiren death case mumbai police મુંબઈ Proceedings

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ