બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / government notifies timeline to replace existing meters with smart prepaid meters know more

જરૂરી વાત / તૈયારી રાખજો! જો આ કામ ન કર્યું તો ઘરે વીજળી મળતી થઈ જશે બંધ, જાણો મોદી સરકારના નવા નિયમ વિશે

Arohi

Last Updated: 03:04 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીજ મંત્રાલયે ગુરુવારે સ્માર્ટ મીટરને લઈને ટાઈમલાઈન નક્કી કરી દીધી છે.

  • પ્રી-પેઇડ સ્માર્ટ મીટરની સિસ્ટમ
  • મોદી સરકારે શરૂ કરી તૈયારીઓ
  • જાણો કઈ રીતે કરશે કામ 

 

વીજ મંત્રાલયે ગુરુવારે સ્માર્ટ મીટર લગાવવાને લઈને ટાઈમલાઈન નક્કી કરી દીધી છે. મંત્રાલયે સરકારી કાર્યાલયો, વ્યાપારી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો સહિત અન્યમાં હાજર વીજળીના મીટરોને પ્રી-પેમેન્ટ સુવિધા વાળા સ્માર્ટ મીટર સાથે બદલવાની સમય મર્યાદા જાહેર કરી છે. 

આ નોટિફિકેશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કમિશન આ ડેડલાઈન બે વખત, વધુમાં વધુ છ મહિના માટે વધારી શકે છે. જોકે તેના માટે તેમને યોગ્ય કારણ પણ જણાવવાનું રહેશે. આખા દેશમાં માર્ચ 2025 સુધી પ્રીપેડ સ્માર્ટ મીટર લાગી જશે.  

ડિસેમ્બર 2023 સુધી લાગી જશે સ્માર્ટ મીટર 
વીજ મંત્રાલયે કહ્યું છે કે બ્લોક સ્તર અને તેના ઉપરના દરેક સરકારી કાર્યાલયો, દરેક ઔદ્યોગિત અને વાણિજ્યિક ગ્રાહકોને સપ્ટેમ્બર 2023 સુધી સ્માર્ટ મીટર દ્વારા વીજળીની આપુર્તિ કરવામાં આવી જોઈએ. મંત્રાલય દ્વારા ગુરુવાર દ્વારા એક અધિસૂચના અનુસાર, સંચાર નેટવર્ક વાળા ક્ષેત્રોમાં દરેક ઉપભોક્ચાઓને પૂર્વ ચુકવણી અથવા પ્રી-પેડ મોડમાં કામ કરનાર સ્માર્ટ મીટરની સાથે વીજળીની આપૂર્તિ કરવામાં આવશે. 
દરેક કેન્દ્ર શાસિત પ્રદેશો, 2019-20માં 15 ટકાથી વધારે એટી એન્ડ સી નુકસાનવાળા શહેરી ક્ષેત્રોમાં 50 ટકાથી વધારે ગ્રાહક વાળા વીજ વિભાગો, નાણાકીય વર્ષ 2019-20માં 25 ટકાથી વધારે એટી એન્ડ સી નુકસાન વાળા અન્ય વીજ વિભાગો, દરેક પ્રખંડ અને તેનાથી ઉપરના સ્તરના સરકારી કાર્યાલયો સુધી દરેક ઔદ્યોગિત અને વાણિજ્યિક ગ્રાહકોને ડિસેમ્બર 2023 સુધી સ્માર્ટ મીટર સાથે જોડી દેવામાં આવશે. 

જેટલી વીજળી તેટલા પૈસા
પ્રીપેડ મીટર પ્રીપેડ મોબાઇલની જેમ જ કામ કરે છે, એટલે કે પૈસા જેટલી વીજળી મળશે. જો કે, દેશના ઘણા ભાગોમાં પ્રીપેડ મીટરનો ઉપયોગ થાય છે. જેને રિચાર્જ કરવાની જરૂર છે. કેન્દ્ર સરકારની કચેરીઓમાં પ્રીપેડ મીટર લગાવ્યા બાદ તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. તમામ વીજ ગ્રાહકોના ઘરમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.

સરકારી વિભાગોમાં લાગશે પ્રી-પેડ વીજળી મીટર 
ઉલ્લેખનીય છે કે, આ એડવાઈઝરી નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં તમામ કેન્દ્રીય મંત્રાલયો અને કેન્દ્રીય વિભાગો પાસેથી ગેરંટી પર ભાર આપ્યા વગર જ પ્રી-પેઈડ વીજળી મીટર માટે નાણાની ચૂકવણી કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ તમામને એકાઉન્ટીંગ મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. વીજળી મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, તમામ સરકારી વિભાગોમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટર માત્ર વીજ વિતરક કંપનીઓને નાણાકીય સ્થિરતાના રસ્તા પર લાવવા કે એનર્જી એફિશિયન્સીને આગળ ધપાવવાના પ્રયાસોને સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.  

નોંધનીય છે કે, આ યોજના હેઠળ તબક્કાવાર કૃષિ ગ્રાહકને છોડીને તમામ વીજ ગ્રાહકો માટે પ્રીપેડ સ્માર્ટ મીટરનું વ્યવસ્થાપન કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગો સહિત શહેરી અને ગ્રામીણ સ્થાનિક અને સરકારી બોર્ડ અને નિગમોમાં પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવાને પ્રાથમિકતા આપવામાં આવશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ