ગાંધીનગરઃ સરકાર દ્વારા બિન અનામત જ્ઞાતિઓને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે. બિન અનામત જ્ઞાતિઓને રીઝવવા માટે સરકારે યોજનાઓમાં લાભ આપવાની વિચારણા કરી છે. અનામત કેટેગરીમાં લાભ બિન અનામત જ્ઞાતિઓને પણ મળશે.
સરકાર બિન અનામત જ્ઞાતિઓને 35 જેટલી યોજનાઓમાં લાભ આપવાની વિચારણા કરી રહી છે. બિન અનામત આયોગ સરકારને ભલામણ કરશે. ઉચ્ચ અભ્યાસ માટે લોન તથા સરકારી નોકરીઓમાં લાભ અપાશે. 2થી 4 ટકામાં શૈક્ષણિક લોન આપવાની વિચારણા કરાઇ રહી છે.
વય મર્યાદામાં છૂટછાટ મહિલા કેટેગરીમાં પણ લાભ મળશે. સબસીડીમાં પણ બિન અનામત જ્ઞાતિઓને લાભ મળશે. બિન અનામત જ્ઞાતિઓ શું ઇચ્છે છે તેનો આયોગ એક મહિનામાં સર્વે કરાવશે. જિલ્લા દીઠ 500થી 600 સેમ્પલ લેવામાં આવશે.