બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ટેક અને ઓટો / Google to launch Wallet App in India, Know its Features

ટેક્નોલોજી / હવે ભૂલી જશો તમામ UPI એપ્સ, Google લાવી રહ્યું છે જોરદાર વૉલેટ સિસ્ટમ!

Vidhata

Last Updated: 03:40 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google Pay પછી Googleની વધુ એક એપની ભારતમાં એન્ટ્રી થવાની છે, જેને લઈને મોટી જાણકારી સામે આવી છે. ખાસ વાત એ છે કે તેને પેમેન્ટ એપ સાથે કનેક્ટ કરી શકશો.

ભારતમાં ઓનલાઈન પેમેન્ટ માટે Google Pay ખૂબ જ લોકપ્રિય એપ છે. લોકો દરેક જગ્યાએ તેના UPIથી પેમેન્ટ કરતા હોય છે. પરંતુ હવે Google દ્વારા એક નવી એપ લોન્ચ કરવામાં આવી રહી છે. તમે આ એપ્લિકેશનમાં તમામ મહત્ત્વપૂર્ણ માહિતી સ્ટોર કરી શકો છો. તે ઘણા આકર્ષક ફીચર્સ ઓન આપે છે. જો કે આ એપ અમેરિકામાં ઉપલબ્ધ છે, પરંતુ હવે ભારતમાં પણ તેના આવવાની ખબરો સામે આવી રહી છે. 

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે 'Wallet' ની ભારતમાં ટૂંક સમયમાં જ એન્ટ્રી થઈ શકે છે. તમે આ એપમાં કોઈપણ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ સ્ટોર કરી શકો છો. આમાં ક્રેડિટ કાર્ડ સહિત કોઈપણ દસ્તાવેજ સામેલ હશે. જો તમે Google Pay દ્વારા પેમેન્ટ કરવા માંગો છો તો ક્રેડિટ કાર્ડ શોધવાની જરૂર રહેશે નહીં. કારણ કે વોલેટ એપમાં તેની માહિતી પહેલેથી જ સ્ટોર હશે. તેની મદદથી તમે કોઈને પણ પેમેન્ટ કરી શકો છો.

સર્ચ જાયન્ટે તાજેતરમાં જ પ્લે સ્ટોર પર Google Wallet એપ્લિકેશનને સૂચિબદ્ધ કરી છે, જેમાં ભારતીય બેંકો, એરલાઇન્સ અને અન્ય સેવાઓ કે જે લોયલ્ટી પોઈન્ટ ઓફર કરે છે તેની સાથે સપોર્ટ દર્શાવતા સ્ક્રીનશોટ શેર કર્યા હતા. તે હાલમાં ભારતમાં યુઝર્સ માટે Google Play સ્ટોર દ્વારા ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ નથી, પરંતુ યુઝર્સ એપ્લિકેશનને સાઈડલોડ કરી શકે છે અને કોન્ટેક્ટલેસ ચૂકવણી માટે બેંક કાર્ડ ઉમેરી શકે છે. આ એપ દેશમાં યુઝર્સ માટે Google Payની સાથે કામ કરશે.

શું છે Google Wallet?

Google Wallet એક ડિજિટલ વોલેટ છે જે મોબાઈલ એપ દ્વારા ઓપરેટ કરવામાં આવશે. Google Wallet માં, તમે તમારા તમામ બેંક કાર્ડ, ટ્રેન ટિકિટ, મૂવી ટિકિટ, ફ્લાઇટ ટિકિટ સહિત ઘણા બધા પેમેન્ટ ઓપ્શન ઉમેરી શકશો. ત્યારપછી તમારે ક્યાંય પણ પેમેન્ટ કરવા માટે કોઈ કાર્ડ કે બેંક ડિટેલ્સની જરૂર નહીં પડે. તમે તમારા ફોનથી જ તમામ પ્રકારનાં પેમેન્ટ કરી શકશો. આ એક વોલેટ હશે જેના દ્વારા તમે કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકશો. ગૂગલ વોલેટના આગમન પછી, તેમાં Google Pay મર્જ થવાની સંભાવના છે. શક્ય છે કે ગૂગલ આ બંને એપને એક એપ બનાવી શકે.

કેવી રીતે મળી ભારત આવવાની જાણકારી?

વાત એમ છે કે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તે વોલેટ એપ ડાઉનલોડ કરવા ગયા ત્યારે તેને ભારતીય એપ્સના સજેશન દેખાઈ રહ્યા હતા. આમાં SBI થી લઈને ભારતીય પેમેન્ટ એપ્સ સામેલ હતી. જો કે, થોડા સમય પછી આ સજેશન ફરી એક વાર બદલાઈ ગયા અને અહીં અમેરિકન એપ્સ માટેના સજેશન મળવા લાગ્યા. આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ગૂગલ દ્વારા આ એપ લાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો: WhatsApp એકાઉન્ટ નંબર બદલવો છે? તો ફૉલો કરો આ સ્ટેપ્સ, Chat પણ નહીં ઉડે

Google Wallet એપને પેમેન્ટ સર્વિસ આપવા માટે વર્ષ 2011માં લોન્ચ કરવામાં આવી હતી. જોકે થોડા સમય બાદ તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ એપ 2 વર્ષ પહેલા ફરી લોન્ચ કરવામાં આવી હતી. આ જ કારણ છે કે તેમાં ઘણા અદ્ભુત ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. Google Pay અને Google Wallet વૈશ્વિક બજારમાં એકસાથે કામ કરે છે. પરંતુ હવે આ એપ ગૂગલ ઈકોસિસ્ટમનો એક ભાગ બની ગઈ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ