બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / બિઝનેસ / Gold Silver prices probabily can cross 6500 rupees in upcoming 6 months

બિઝનેસ / શેર બજારની જેમ ગોલ્ડ માર્કેટમાં આવશે તોફાની તેજી.! સોનું 6500 રૂપિયા મોંઘું થઈ શકે, આ રહ્યા કારણો

Vaidehi

Last Updated: 04:24 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્પર્ટસે કહ્યું છે કે આવનારાં 6 મહિનામાં મોંઘવારી અને ફુગાવાને લીધે સોના-ચાંદીનાં ભાવ આસમાને પહોંચી શકે છે.

  • આવનારા 6 મહિનામાં વધી શકે છે સોના-ચાંદીનાં ભાવ
  • હાલનાં લેવલથી 6500 રૂપિયા વધી શકે છે સોનાની કિંમત
  • મંદી અને ફુગાવા સહિત અનેક કારણો જવાબદાર

એક્સપર્ટસ્ કહે છે કે આવનારાં 6 મહિના બજાર પર ભારી પડી શકે છે એટલું જ નહીં ગોલ્ડ અને સિલ્વરનાં ભાવ પણ આસમાને પહોંચી શકે છે. જાણકારો જણાવે છે કે સોનાનાં ભાવમાં 6500 રૂપિયા જ્યારે ચાંદીના ભાવમાં 20000 રૂપિયાનો વધારો થઈ શકે છે. આ આંકડાઓ જોતાં સ્પષ્ટ થાય છે કે આવનારાં 180 દિવસોમાં સોનાની કિંમત 65 હજારને ક્રોસ કરી શકે છે જ્યારે ચાંદીનાં ભાવ તો 90 હજારને પાર કરી શકે છે.

હાલનાં લેવલથી 6500 રૂપિયા વધી શકે છે
IIFLનાં વાઈઝ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તા અનુસાર હાલમાં માર્કેટ પીક પર છે. તેમણે કહ્યું કે થોડા સમયમાં મોંઘવારીનાં આંકડાઓમાં વધારો થઈ શકે છે. જેના કારણે ગોલ્ડ પણ મોંઘું થાય તેની શક્યતા જણાઈ રહી છે. તેમણે કહ્યું કે ગોલ્ડની કિંમત હાલનાં લેવલથી 6500 રૂપિયા વધી શકે છે. વર્તમાનમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડનાં ભાવ 58500 રૂપિયા પાર અને ચાંદીનાં ભાવ 70300 રૂપિયા પ્રતિ કિગ્રા પહોંચ્યાં છે.

શું છે કારણો?
આમ તો ભાવ વધવા પાછળ અનેક કારણો હોઈ શકે છે પરંતુ તેનું મુખ્ય કારણ ડી-ડૉલરાઈઝેશન જણાઈ રહ્યું છે. વૈશ્વિક અર્થતંત્રમાં ડૉલરની અવગણનાને લીધે ગોલ્ડને વધુ મહત્વ મળી રહ્યું છે. તો બીજી તરફ ઈંફ્લેશન અને રિસેશન (ફુગાવો અને મંદી) આ બે કારણો ગોલ્ડને સપોર્ટ કરતાં દેખાઈ રહ્યાં છે. આ સિવાય રેટ ઓફ રિટર્નની સંભાવના ઘટી જવાને લીધે રોકાણકારોનું ધ્યાન ગોલ્ડ તરફ ખેંચાઈ રહ્યું છે જેના કારણે આવનારા દિવસોમાં સોના-ચાંદીનાં ભાવમાં વધારો નોંધાઈ શકે છે.

મંદીની અસર
અમેરિકા અને યૂરોપ સિવાય ચીનમાં પણ મંદીનું વાતાવરણ વધવાની સંભાવના જણાઈ રહી છે. હાલના મહિનામાં જર્મની, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં ઓફિશિયલ મંદીની ઘોષણા કરવામાં આવી હતી. અમેરિકામાંથી પણ જે પ્રકારે આંકડાઓ સામે આવી રહ્યાં છે તેને જોઈને મંદીની સંભાવના વધતી દેખાઈ રહી છે. તેવામાં ગોલ્ડની ડિમાન્ડમાં વધારો થઈ શકે છે અને કિંમતો પણ આસમાને પહોંચી શકે છે.

શેરબજારમાં કરેક્શનની અસર
આવનારા દિવસોમાં શેર બજારમાં કરેક્શન જોવા મળી શકે છે. જાણકારો અનુસાર ગ્લોબલ માર્કેટથી લઈને સ્થાનીક શેર બજાર મોંઘી થઈ રહી છે. સેંસેક્સમાં આવનારાં થોડા દિવસોમાં 2000થી 2500 અંકનું કરેક્શન જોવા મળી શકે છે. જેથી ઓવરવેલ્યૂડ માર્કેટમાં રેટ ઓફ રિટર્ન ઓછું થઈ જવાને લીધે ગોલ્ડની કિંમતમાં વધારો જોવા મળી શકે છે.

ફુગાવાની અસર
ગ્લોબલ અને લોકલ લેવલ પર ધીમે-ધીમે મોંઘવારી વધી રહી છે. જૂન જૂલાઈનાં ભારતનાં મોંઘવારીનાં આંકડાઓ પણ ચોંકાવી શકે છે. તેવામાં શેરબજારમાં ઘટાડો અને ગોલ્ડની કિંમતમાં તેજીની શક્યતા વધી જાય છે. મે મહિનામાં રિટેલ મોંઘવારી 4.25%ની આસપાસ છે જે જૂનમાં 4.50% થી વધી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ