બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / હમણાં રહેવા દેજો! અમદાવાદમાં સોનું થઈ ગયું મોંઘું, ભાવમાં આવ્યો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ

બેડ ન્યૂઝ / હમણાં રહેવા દેજો! અમદાવાદમાં સોનું થઈ ગયું મોંઘું, ભાવમાં આવ્યો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ

Published By: Hiralal Parmar

Last Updated: 10:47 AM, 22 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનું-ચાંદી ખરીદવા માગતા લોકો માટે માઠા સમાચાર છે. શનિવારે અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો વધારો આવ્યો છે.

સોના-ચાંદીમાં વધધટ ચાલુ છે. શનિવારે પણ આ પ્રવાહ જળવાઈ રહ્યો હતો. અમદાવાદમાં વધુ એક વાર સોનું મોંઘું થઈ ગયું છે. શનિવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,25,890 રહ્યો હતો જે ગઈ કાલ એટલે કે શુક્રવારે ₹1,24,030 હતો આ રીતે સોનામાં 1860 રુપિયાનો વધારો આવ્યો છે.

દેશવ્યાપી સોનાના ભાવમાં ઘટાડો

અમદાવાદને બાદ કરતાં દેશવ્યાપી સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. આજે સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે ચાંદીની ચમક પણ સતત ત્રીજા દિવસે ઓછી થઈ ગઈ છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામ ₹10 અને 22 કેરેટ સોનું ₹10 સસ્તું થયું છે. ત્રણ દિવસમાં 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ ₹890 અને 22 કેરેટ સોનાના ભાવ ₹810 ઘટ્યા છે. લ્હીમાં સતત ત્રીજા દિવસે એક કિલો ચાંદી સસ્તી થઈ છે. એક દિવસમાં ₹6000ના ઉછાળા પછી, ત્રણ દિવસમાં એક કિલો ચાંદી ₹7100 ઘટી ગઈ છે.

સોનામાં કેમ આવી રહ્યો છે ઘટાડો

ડોલર મજબૂત થવાને કારણે અને ડિસેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા દર ઘટાડાની અપેક્ષાઓ ઓછી થવાને કારણે સોનું ઘટી રહ્યું છે. મેટલ્સ ફોકસના હર્ષલ બારોટે જણાવ્યું હતું કે ફેડ દર ઘટાડા પર વિભાજિત દેખાય છે. બજાર ધારી રહ્યું છે કે ફેડ ડિસેમ્બરમાં દર ઘટાડશે નહીં. આ જ કારણ છે કે સોનામાં ઉછાળો ટકી શકતો નથી. જો ફેડ વ્યાજ દરમાં ઘટાડો કરશે, તો સોનાના ભાવમાં ઉછાળો જોવા મળશે.

વધુ વાંચો : ભાવનગર હત્યાકાંડ : ગીર અધિકારીઓ અને મહિલા વનકર્મીઓ વચ્ચે સુંવાળા સંબંધો, ઐયાશબાજીનો ઘટસ્ફોટ

1 લાખની અંદર આવશે સોનું

નિષ્ણાંતોએ એવું કહ્યું કે આગામી સમયમાં સોનું 1 લાખની અંદર આવી શકે છે. સોનું 1 લાખની અંદર આવવાના સમાચાર જાહેર થતાંની સાથે જ જે લોકો ખરીદવા માગે છે તેમનામાં ખુશી વ્યાપી હતી. હાલમાં સોનું 1.22 લાખની આસપાસ છે અને આગામી સમયમાં તેમાં વધુ ઘટાડો આવીને 1 લાખની અંદર આવી જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold price gold price today

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ