બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:31 AM, 26 February 2022
ADVERTISEMENT
જો તમે સોનામાં રોકાણ કરવા માંગો છો તો તમારી પાસે આ શાનદાર મોકો છે. અસલમાં, સરકારી ગોલ્ડ બોન્ડ યોજના 2021-22 માટે ઈશ્યુ પ્રાઈઝ 5,109 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. આમાં રોકાણ માટે સોમવારથી આવેદન થઇ શકે છે. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે કહ્યું કે ગોલ્ડ બોન્ડ યોજના 2021-22 નો 10મો હપ્તા સબસ્ક્રિપ્શન માટે 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધીનો સમય છે.
કેન્દ્રીય બેંકનું શું કહેવું છે?
કેન્દ્રીય બેંકે શુક્રવારે એક બયાનમાં કહ્યું કે ગોલ્ડ બોન્ડનું આધાર મુલ્ય 5,109 રૂપિયા પ્રતિ ગ્રામ હશે. સરકારે આરબીઆઈ સાથે વિચાર વિમર્શ બાદ ઓનલાઈન આવેદાર કરનાર રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ આપવાનો નિર્ણય લીધો છે. આ માટે તેમણે ડિજિટલ માધ્યમથી પેમેંટ કરવું પડશે. આરબીઆઈએ કહ્યું કે ઓનલાઈન પેમેંટ કરવાવાળા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડનું નિર્ગમ મુલ્ય 5,059 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.
ADVERTISEMENT
ક્યાંથી ખરીદશો ગોલ્ડ બોંડ?
સ્વર્ણ બોન્ડ યોજના 2021-22 નો નવમો હપ્તો 10 થી 14 જાન્યુઆરી સુધી અભિદાન માટે ખુલ્લો હતો તથા આ દરમિયાન નિર્ગમ મુલ્ય 4,786 પ્રતિ ગ્રામ સોનું હતું. ભારતીય રિઝર્વ બેંક ભારત સરકાર તરફથી બોન્ડ જાહેર કરશે. કેન્દ્રીય બેંક અનુસાર આ બોન્ડ સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, નામિત ડાકઘરો તથા એનએસઈ તથા બીએસઈ જેવી માન્યતા પ્રાપ્ત શેર બજારોના માધ્યમથી વહેંચવામાં આવશે.
કોણ કરી શકે છે આવેદન?
યોજના હેઠળ રોકાણકાર ન્યૂનતમ એક ગ્રામ સોનું તથા અધિકતમ ચાર કિલો ગ્રામ સોના માટે રોકાણ કરી શકે છે. હિંદુ અભીવાજીત પરિવાર ચાર કિલો તથા ન્યાસ તથા આ પ્રકારના એકમો પ્રત્યેક વિત્ત વર્ષમાં 20 કિલો માટે આવેદન કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.