બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સેલેસ્ટે વિવાદમાં 1100 પરિવારોના પૈસા લટક્યા, બિલ્ડરોના વાયદા છતા ન રિફંડ મળ્યું, ન કામ શરૂ થયું
Last Updated: 11:57 AM, 12 November 2025
દિવાળી પહેલા અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીના સેલેસ્ટે પ્રોજેક્ટનો મોટો વિવાદ થયો હતો. જેમાં સ્કીમ મુકાયાના 3-3 વર્ષે પણ કોઈ જ પ્રકારનું બાંધકામ ન થવાને લઈને 1100 જેટલા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. મીડિયામાં આ અંગે સમાચાર પ્રસિદ્ધ થયા બાદ ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા પીડિતો સાથે એક મીટિંગ બોલાવવામાં આવી, જ્યારે શ્રી સિધ્ધી બિલ્ડર્સ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. શ્રી સિદ્ધી દ્વારા એવો વાયદો કરવામાં આવ્યો હતો કે દિવાળી પછી કંસ્ટ્રક્શન શરૂ થઈ જશે. જ્યારે ગોદરેજ પ્રોપર્ટીઝની મીટિંગમાં પણ પીડિતોને કામ શરૂ થવાની અને કામ શરૂ ન થાય તો રિફંડ આપવાની બાંયધરી આપવામાં આવી હતી, પરંતુ હવે આખી ઘટનામાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. જેને કારણે પીડિત પરિવારોને રિફંડ પણ નથી મળી રહ્યા, ન તો કંસ્ટ્રક્શન શરૂ થયું છે. 1100 પરિવારો અને 4000થી વધુ નિર્દોષ લોકો ભોગવી રહ્યા છે.
ADVERTISEMENT
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે શ્રી સિદ્ધી બિલ્ડર્સના ભાગીદારો દ્વારા અંદરોઅંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે. જેમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં ચાલતા તમામ પ્રોજેક્ટ પર સ્ટેની માગ કરાઈ છે. જો કે કોર્ટે હજી સ્ટે કે વચગાળાનો આદેશ નથી આપ્યો, પરંતુ આ વાત આગળ ધરીને બિલ્ડર્સ રિફંડ પણ અટકાવી રહ્યા છે. જ્યારે પીડિતો ગોદરેજ પ્રોપર્ટીઝની ઓફિસે કેન્સલેશન ફોર્મ આપી રહ્યા છે, ત્યારે આ કેસનું બહાનું આગળ ધરીને રિફંડ અંગે કોઈ જ સ્પષ્ટતા આપવામાં નથી આવી રહી. રિફંડ ક્યારે મળશે, કેટલા દિવસ થશે, તે અંગે ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા કંઈ જ કહેવામાં નથી આવી રહ્યું. પરિણામે 1100 પીડિત પરિવારો વધુ મુશ્કેલીમાં મૂકાયા છે.
ADVERTISEMENT
સેલેસ્ટે પ્રોજેક્ટના પીડિતોના આગેવાન ભાવેશ દરજીના કહેવા પ્રમાણે શ્રી સિદ્ધી બિલ્ડર્સમાં અંદરોઅંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે સેલેસ્ટેનું કંસ્ટ્રક્શન શરૂ ન કરવું પડે તે માટે પ્રમોટર્સ અંદર અંદર એકબીજા સામે કેસ કરી રહ્યા છે. સાથે જ ભાવેશભાઈનું કહેવું છે કે રેરા દ્વારા પણ કોઈ કોંક્રીટ એક્શન લેવામાં આવ્યા નથી. 1100 પરિવારો તરફથી ભાવેશ દરજી સરકારને અપીલ કરી રહ્યા છે કે આ 4000થી વધુ પીડિત લોકોની વાત છે, એટલે સરકારે તાત્કાલિક વચ્ચે પડવું જોઈએ અને નિરાકરણ લાવવું જોઈએ.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગોદરેજ ગાર્ડન સિટીના Celeste પ્રોજેક્ટમાં હોબાળો, 3 વર્ષ વીત્યા, હપતા ચાલુ, 1100+ પરિવારોને નથી મળ્યું ઘર
ઉલ્લેખનીય છે કે 3 વર્ષથી અટકેલા પ્રોજેક્ટ પાછળ હજારો લોકોએ પોતાની મહેનતની કમાણી રોકી છે, ભાડું ભરી રહ્યા છે, હપતા ભરી રહ્યા છે. આ પરિવારો કેવી રીતે સર્વાઈવ કરી રહ્યા છે, તે માત્ર તેમનું મન જાણે છે. પરંતુ જાણે બિલ્ડર્સને કંઈ પડી જ ન હોય, તેમ તેઓ ન તો કંસ્ટ્રક્શન શરૂ કરવા પ્રયાસ કરી રહ્યા છે, ન તો રિફંડ આપવા પ્રયત્ન કરી રહ્યા છે. અત્યાર સુધી માત્ર 18 લોકોને રિફંડ આપવામાં આવ્યું છે. આ મામલે આગળ શું થશે, પીડિતોને કેવી રીતે ન્યાય મળશે તે તો સમય જ બતાવશે. પરંતુ હાલ તો 1100 પરિવારો પોતાના માટે ન્યાય ઝંખી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.