બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / Glenn Maxwell scores fastest century in ODI World Cup history, breaks Aiden Markram's record

વર્લ્ડ કપ / 'ભારતના જમાઈ'એ ફટકારી વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી, 40 બોલમાં કર્યાં 100 રન

Hiralal

Last Updated: 07:36 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના બેટર ગ્લેન મેક્સવેલે એક મોટો રેકોર્ડ કર્યો છે. ગ્લેન મેક્સવેલે 40 બોલમાં વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી છે.

  • ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલનો મોટો રેકોર્ડ
  • વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી 
  • 40 બોલમાં કરી કમાલ
  • 44 બોલમાં કુલ રન કર્યાં 106 
  • ભારતની મૂળની છોકરીને પરણ્યો છે મેક્સવેલ 

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલે બુધવારે વર્લ્ડ કપ 2023ની સૌથી ઝડપી સદી ફટકારી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામેની મેચમાં ગ્લેન મેક્સવેલે 40 બોલમાં સદી ફટકારીને સાઉથ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરામનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. માર્કરામે હાલના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 49 બોલમાં સદી ફટકારી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

44 બોલમાં કર્યાં 106 રન 
ગ્લેન મેક્સવેલે 44 બોલમાં 106 રન કર્યાં હતા જેમાં 8 ચોગ્ગા અને 9 છગ્ગા સામેલ છે. 

વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડીઓ
ગ્લેન મેક્સવેલ 40 બોલમાં સદી 
કેવિન ઓબ્રાયમ 50 બોલમાં સદી 
ગ્લેન મેક્સવેલ 51 બોલમાં સદી 
એડન માર્કરામ 49 બોલમાં સદી 
એબી ડી વિલિયર્સ 52 બોલમાં સદી 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

ભારતની મૂળની છોકરીને પરણ્યો છે મેક્સવેલ 
ઓસ્ટ્રેલિયાના બેટર મેક્સવેલે તામિલનાડુની વિની રમણ સાથે લગ્ન કરેલા છે અને કપલ હાલમાં ત્યાં જ રહે છે. બોલરોના છોતરો છોડાવતો દુનિયાનો સ્ટાર બેટર ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ પિતા બનવા જઈ રહ્યો છે. આગામી થોડા મહિનામાં તેમને ઘેર બાળકનું આગમન થશે. આજે મેક્સવેલની ભારતીય પત્ની વિની રમનની ગોદભરાઈ યોજાઈ હતી. ગ્લેન મેક્સવેલ અને વિની રમને 27 માર્ચ 2022ના રોજ હિંદુ અને ખ્રિસ્તી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. સામાન્ય રીતે મેક્સવેલ અને વિની તેમની પ્રાઈવેટ વાતો શેર કરતા નથી પરંતુ મમ્મી-પપ્પા બનવાની વાત તેઓ છાની ન રાખી શક્યા અને મે 2023માં બન્નેએ પ્રેગનન્સીની જાહેરાત કરી હતી. વિની રમનની આજે ગોદભરાઈ યોજાઈ હતી અને વિનીએ તેની પરંપરાગત તમિલ બેબી શાવર સેરેમનીની ઝલક શેર કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ